- TECHNOLOGY, Trending News

શું તમારા કમ્પ્યુટરમાં આ કંપનીનો છે એન્ટી વાયરસ? આજે જ કરો ડીલિટ નહીતર…

સામાન્ય રીતે લોકો પોતાના કમ્પ્યુટરમાં વાયરસ ન આવે તે માટે એન્ટી વાયરસ સોફ્ટવેર રાખતા હોય છે, પરંતુ જો તે જ એન્ટી વાયરસ સોફ્ટવેર તમારા ડેટા વેચવા લાગે તો? આવો જ એક અહેવાલ આવી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ, એન્ટિ-વાયરસ ફર્મ Avastએ વિશ્વભરના લાખો યુઝર્સના ડેટા વેચી દીધા છે.

Avast ફ્રી વર્ઝન એન્ટી વાયરસ છે, જેના કારણે તે પ્રખ્યાત છે અને લાખો લોકો આ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. Avast કંપની પર હવે યુઝર્સના ડેટા વેચવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ કંપની તેની પાછળ પોલીસીનો હવાલો આપી રહી છે. જોકે Avast આ સીધું કર્યું નથી, પરંતુ તેની એક પેટા કંપની છે, તેના દ્વારા ડેટા વેચવાના સમાચાર મળી રહ્યાં છે.

Avast ની એક પેટા કંપની Jumpshot છે અને આ પેટા કંપની દ્વારા યુઝર્સના સંવેદનશીલ ડેટા વેચવામાં આવ્યા છે. આમાં યુઝર્સની બ્રાઉઝિંગ હિસ્ટ્રી પણ શામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સોફ્ટવેર યુઝર્સના ક્લિક્સને પર ટ્રેક કરે છે અને ગૂગલ સર્ચ, ગૂગલ મેપ્સ એક્ટિવિટીને પણ ટ્રેક કરે છે અને તેનો ડેટા એકઠો કરે છે.

આટલું જ નહીં, લિંક્ડ ઇન પેજ, યુટ્યુબ વીડિયોમાંથી પણ ડેટા એકઠા કરે છે. મધરબોર્ડ અને પીસીમેગે એક તપાસ પ્રકાશિત કરી છે, જેનાથી આ બધી બાબતો સામે આવી રહી છે. જોકે, કંપનીએ ડેટા વેચવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

એક નિવેદનમાં Avastના એક પ્રવક્તાએ કહ્યું છે કે Jumpshot વ્યક્તિગત ઓળખની માહિતી, નામ, ઇમેઇલ સરનામાંઓ અને સંપર્ક વિગતો લેતો નથી. વપરાશકર્તાઓ પાસે હંમેશાં વિકલ્પ હોય છે કે તેઓ Jumpshotથી ડેટા શેરિંગને બંધ કરી શકે.

0Shares