- ENTERTAINMENT, Trending News

કરોડોની કાર-ઘર ગિફ્ટમાં આપનારા ખુદ સલમાન પર છે ઉધાર

દરિયાદિલીના મામલે સલમાન ખાનનો કોઈ જવાબ નથી. કરોડોની કમાણી કરનારા સલમાન પોતાના કો-સ્ટાર્સથી લઈ ઈન્ડસ્ટ્રીમાં જરૂરિયાતમંદોની મદદ જ નથી કરતા, પરંતુ ઘણીવાર સામાન્ય લોકોની લાચારીને જોઈને તેનો હાથ મદદ માટે હંમેશા ઉભો રહ્યો છે. ક્યારેક મિત્રોને ગિફ્ટમાં શાનદાર લગ્ઝરી કાર તો ક્યારેક કોઈને ઘર સુધી ગિફ્ટમાં આપતા હિચકીચાતા નથી….પરંતુ લોકોને આટલું દિલ ખોલીને આપનારા સલમાન પર ખુદ આજ સુધી એક વ્યક્તિનો સવા રૂપિયો ઉધાર છે અને આ વાતો કોઈ બીજાએ નહીં પણ તેણે પોતે જણાવી છે.

સલમાન પર 1.25 રૂપિયા ઉધાર

સલમાને આ વાતનો ઉલ્લેખ તાજેતરમાં મુંબઈમાં પોલીસ માટે આયોજિત વાર્ષિક પ્રોગ્રેમ ‘ઉમંગ’ દરમિયાન કર્યો. આ દરમિયાન સ્ટેજ પર તેની સાથે કપિલ શર્મા પણ હાજર હતા. હસી-મજાક ચાલી રહ્યો હતો કે સલમાને જણાવ્યા કે આજે પણ તેના પર એક સાયકલ મિકેનિકનો 1.25 રૂપિયાનો ઉધાર છે.

પૈસા લેવાનો કર્યો ઈનકાર

સલમાને આ વિશે જણાવ્યું હતું, ‘મેં શૉર્ટ્સ પહેરેલું હતું અને તે સમયે મારી પાસે પૈસા નથી. હું મારી સાયકલ લઈને મિકેનિક પાસે ગયો અને તેને કહ્યું કે તેને સરખી કરી દે, હું પૈસા પછી આપીશ. ત્યારે એણે કહ્યું કે બાળપણમાં હું પણ આવું જ કરતો હતો. ત્યારે તે પહેલા પણ પોતાની સાયકલ સરખી કરાવી હતી અને તેના પૈસા આજ સુધી નથી આપ્યા. તારા આજે પણ 1.25 રૂપિયા ઉધાર છે.’

તેણે કહ્યું કે મિકેનિકની આ વાતો સાંભળીને તેમને ઘણી શરમ આવી હતી. જો કે, તેણે એ પણ જણાવ્યું કે જ્યારે તે તેમને પૈસા આપવા ગયા તો તેમણે લેવાનો ઈનકાર કરી દીધો.

0Shares