- slider news, અમદાવાદ, કરંટ અફેર્સ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, વડોદરા

વાતાવરણમાં પલટોઃ સવારથી જ વાદળછાયું વાતાવરણ, આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ભર શિયાળામાં રાજ્યમાં આજે સવારથી જ વાદયછાયું વાતાવરણ છે. આજે અને કાલે હવામાન વિભાગ દ્વારા વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પોરબંદર, રાજકોટ તેમજ દ્વારકામાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આગાહી બાદ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

27-28 જાન્યુઆરીએ વરસાદની શક્યતા

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આવતી 27-28 તારીખે સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. રાજકોટ, પોરબંદર દ્વારકામાં આજે કમોસમી વરસાદ પડી શકે છે જ્યારે આવતી કાલે વડોદરા, જામનગર, દિવસ સહિતના પંથકમાં હળવો વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે વરસાદ બાદ ઠંડીના ચમકારામાં વધારો થઈ શકે છે.

પાકને નુકસાનનો ખતરો

આવનારા બે દિવસોમાં વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને પગલે રાજ્યમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઋતુઓ પર ક્લાઈમેટ ચેન્જની અસર પડી રહી છે. જેના પગલે વારંવાર વિવિધ સિસ્ટમો એક્ટિવ થઈ જતા કમોસમી વરસાદ, તાપમાનમાં વધારા-ઘટાડા જેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

0Shares