- ECONOMY, EDUCATION, Trending News

ખુશખબરી! દેશની આ મોટી IT કંપની આપશે હજારો વિદ્યાર્થીઓને નોકરી, મળશે લાખોનું પેકેજ

HCL Campus Placement: IT સેક્ટરમાં જોબ સર્ચ કરતા બેરોજગાર વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. દેશની ચોથી મોટી આઇટી કંપની ગણાતી એચસીએલ હજારો વિદ્યાર્થીઓને નોકરી આપવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ કંપની વિદ્યાર્થીઓને લાખોનું પેકેજ આપશે.

એક તરફ, જ્યારે દેશ સુસ્ત અર્થતંત્ર (Economy Slowdown) સાથે સંઘર્ષ કરી રહ્યો છે, રોજગારના મોરચે એચસીએલ ટેક્નૉલોજી આ મોટો સમાચાર લાવી છે. એચસીએલ ટેકનોલોજીએ જાહેરાત કરી છે કે, તે આવતા નાણાકીય વર્ષમાં કૉલેજ કેમ્પસમાંથી બેઘણી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભરતી કરશે. કંપનીએ કહ્યું કે આ નાણાકીય વર્ષમાં 8,600 વિદ્યાર્થીઓને કૉલેજ કેમ્પસમાં નોકરી આપવામાં આવી હતી, જ્યારે આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 2020-21માં કંપની 15,000 વિદ્યાર્થીઓને નોકરી આપશે.

કંપનીએ આ નાણાકીય વર્ષમાં દેશના પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલોમાંથી 500 વિદ્યાર્થીઓની ભરતી કરી હતી. એચસીએલના ચીફ હ્યૂમન રિસૉર્સ ઑફિસર અપ્પારાવ વીવીએ જણાવ્યું કે અમે જે લોકોને મેનેજમેન્ટ અને ટેક્નિકલ ડિપાર્ટમેન્ટમાં રોજગાર આપ્યા છે, તેમની સેલરીમાં 15થી 20 ટકાનો વધારે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એચસીએલ આઈઆઈએમ-અમદાવાદ, આઈઆઈએમ-બેંગલુરુ અને આઈઆઈએમ-કલકત્તા, આઈએસબી, એક્સએલઆરઆઈ તેમજ એસપી જૈનના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને વાર્ષીક 20થી 23 લાખ રૂપિયા સેલેરીના રૂપમાં આપે છે. જ્યારે આઈઆઈએમ-કોઝિકોડ, આઈઆઈએમ-ઈંદોર તેમજ આઈઆઈએમ-લખનઉના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને વાર્ષીક 15થી 18 લાખ રૂપિયા સેલેરીના રૂપમાં આપે છે.

તદ્દપરાંત એચસીએલ અન્ય કૉલેજોના ગ્રેજ્યુએટ્સને પણ વાર્ષીક 4.5થી 7 લાખ રૂપિયા સુધી સેલેરીના રૂપમાં પે કરે છે. એચસીએલ પાસે 12મુ પાસ વિદ્યાર્થીઓ માટે પણ નોકરી છે. આ વિદ્યાર્થીનું કેમ્પસ પ્લેસમેન્ટ કરી તેમને એક વર્ષનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. પ્રશિક્ષણમાં 9 મહિનાની ક્લાસરૂમ ટ્રેનિંગ આપવામાં આવે છે. તદ્દપરાંત 3 મહિનાની નોકરી સામેલ થાય છે.

0Shares