- ENTERTAINMENT, Trending News

Kabir Singhના કારણે ફેમસ થયેલી કિયારાએ હવે ફિલ્મ વિશે જ કહી નાખી આવી વાત

શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ વર્ષ 2019ની સૌથી વધારે ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર તાબડતોબ કલેક્શન કર્યું સાથે જ આલોચનાઓ પણ વેઠી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરના પાત્રને લઈ છોકરીઓને થપ્પડ મારનારા સીન સુદી ઘણું બધું વિવાદમાં રહ્યું. આ વચ્ચે ફિલ્મમાં શાહિદ કપૂર સાથે મુખ્ય ભૂમિકા નિભાવનારી અભિનેત્રી કિયારા અડવાણીએ હવે ફિલ્મ અંગે મોટું નિવેદન આપ્યું છે. કિયારાએ નિવેદન કબીર સિંહના પિલ્મમાં નિભાવેલા પાત્ર પર આપ્યું છે જે ચર્ચામાં બનેલું છે.

કબીર સિંહમાં શાહિદ ઉપરાંત કિયારા અડવાણીના પાત્ર પર પણ સવાલ ઉઠ્યા હતા. તાજેતરમાં જ કિયારાને જ્યારે આ વાત વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું- ‘કબીર સિંહનું પાત્ર ઘણા મુદ્દાઓ પર ખોટા વ્યક્તિનું હતું. મારા માટે આ ફિલ્મ કાલ્પિનિક પાત્રથી કંઈ વધારે નથી. આ ફક્ત બે લોકોના વચ્ચેની કહાની છે.’

કિયારાએ આગળ કહ્યું- ‘બધાને આ પાત્ર અસલી લાગ્યા. અંતમાં બંન્ને એક પાત્રથી વધારે કંઈ પણ નથી. કબીર સિંહ મારા માટે એક મોટી સફળતા છે. મને તેનો અહેસાસ તાજેતરમાં જ થયો જ્યારે મેં અક્ષય કુમાર સાથે ચંદીગઢમાં લૉન્ચ કરવા ગઈ હતી. ચંદીગઢઠ વિશ્વવિદ્યાલયમાં લગભગ 8,000 લોકો આવ્યા. જ્યારે અમે બંન્ને મંચ પર આવ્યા તો 8,000 છોકરા અને છોકરીઓએ પ્રીતિ, પ્રીતિ નામનો જાપ શરૂ કરી દીધો. તે દિવસે મને પહેલીવાર તેની પૉપુલેરિટીની ખબર પડી હતી.’

0Shares