- Uncategorized

વડોદરાઃ ભાજપ ધારાસભ્યના રાજીનામાં પર ડે. સીએમનું નિવેદન, તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા માલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. ડે. સીએમ નીતિન પટેલે કહ્યું કે ભાજપમાં વ્યાપક પ્રમાણમાં સંગઠનનું માળખું છે. ત્યારે એવા સમયે નાના-મોટા પ્રશ્નો થાય, પોતાની લાગણી પ્રદર્શિત કરતા હોય છે.

ડે. સીએમ નીતિન પટેલે કહ્યું કે પક્ષના ધારાસભ્ય કેતનભાઇએ પોતાની લાગણી વ્યક્ત કરી છે. જો કે તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે અને આ માટે બધા સાથે મળીને ફરી કામકાજ કરીશું.

ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કેતનભાઇ ઇમાનદારે નિવેદન આપ્યું હતું કે તેઓ પક્ષની સાથે જ છે. તેમના પ્રશ્નનો ઉકેલ ઝડપથી આવી જશે. જ્યારે કેતન ઇમાનદાર સાથે સ્થાનિક હોદ્દેદારોના રાજીનામાં અંગે જણાવતાં કહ્યું કે તેઓની લાગણી તેમના વિસ્તારના નેતા સાથે હોય છે. પરંતુ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

ડે. સીએમ. નીતિન પટેલે કોંગ્રેસના નેતાઓના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે અત્યારે ભલે તેઓ ખુશ થતાં, પરંતુ બધુ સકારાત્મક થાળે પડી જશે, મને વિશ્વાસ છે.

0Shares