- ENTERTAINMENT, Trending News

કપિલ શર્મા એક શોના લે છે આટલા પૈસા, અર્ચનાએ કર્યો મોટો ખુલાસો, તમે પણ કહેશો બાપ રે બાપ!

કપિલ શર્મા શો પાછલા સપ્તાહમાં ટીઆરપીમાં નંબર ત્રણ પર હતો. આ શોમાં કપિલ સિવાય અર્ચના પૂરન સિંહ પણ કપિલ સાથે મસ્તી કરતી દેખાઈ હતી. શોમાં કપિલની ફીસને લઈને પણ તે ઘણીવાતો કહી ચૂકી છે. તાજેતરમાં અર્ચનાએ કપિલની ફી વિશે એવી વાત કહી દીધી જેને સાંભળીને ત્યાં રહેલા મહેમાનો પણ હેરાન થઈ ગયા. અર્ચનાએ કપિલની ફીસવાળી વાત અજય દેવગણ અને કાજોલ સામે કહી હતી.

અજય દેવગન અને કાજોલ થોડાક દિવસ પહેલા કપિલના શો માં ‘તનાજીઃ ધ અનસંગ વૉરિયર’ ફિલ્મના પ્રમોશન કરવા આવ્યા હતા. આ દરમિયાન અજય, કાજોલ, કપિલ અને અર્ચના એક બીજા સાથે મસ્તી કરતા દેખાયા હતા. ત્યારે કપિલે અજયને કહ્યું હતું- અજય અભિનેતા, નિર્દેશનક, નિર્માતા છે, ડબિંગ કરે છે, સાથે જ પોતાની કંપની પણ છે. અમે તો નારો સાંભળ્યો હતો સબકા સાથ સબકા વિકાસ. તમે તો પોતાના વિકાસનો નારો બનાવી દીધો.

કપિલની વાત પર અજયે કહ્યું હતું- ‘તારા 103 એપિસોડ થઈ ગયા. તે કોઈને અહીં આવવા દીધા, આ જ ખાઈ ગયો ને બધું. અજયનો જવાબ સાંભળીને અર્ચના પણ કપિલની ફી ને લઈ કોમેન્ટ કરે છે.’ અર્ચના કહે છે- ‘કપિલ એટલા પૈસા લે છે કે અમારા બધા માટે ખાલી થોડાક બચે છે. અર્ચનાની આ વાત સાંભળીને બધા હસવા લાગે છે. ત્યાર બાદ કપિલ મજાકમાં કહે છે- ‘લૂટી લો, આઓ લૂટી લો, એક બાળકીનો બાપ છૂં ઘર ચલાવવાનું હોય છે.’

કપિલની આ વાત સાંભળીને અજય મજાક કરે છે- ‘જ્યારે તારી બાળકી મોટી થશે અને આ એપિસોડ જોશે તો બોલશે કે મારા પેદા થતા જ ભીખ માંગવાનું શરૂ કરી દીધું હતું.’ તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અર્ચના ફીને લઈને શોમા પોતાનું દર્દ છલકાવી ચૂકી છે. જ્યારે અજય અને કાજોલની ફિલ્મ ‘તાનાજી’ કલેક્શનના મામલે બૉક્સ ઑફિસ પર મજબૂત પકડ બનાવી છે.

0Shares