- ENTERTAINMENT, Trending News

Davos 2020: પ્રિયંકાએ આ બેઠકમાં પોતાના બાળકને લઈ કહી આવી વાત, દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા

બૉલીવુડમાંથી હૉલીવુડ સુધી ઓળકાણ બનાવનારી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ વર્લ્ડ ઈકોનૉમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો. આ બેઠક દાવોસમાં આયોજિત થઈ. આ બેઠકમાં પ્રિયંકા ચોપડાએ પોતાના ભાષણથી બધાને પ્રભાવિત કર્યા. પ્રિયંકાની સ્પીચની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. બધા પ્રિયંકાના ઘણા વખાણ કરી રહ્યા છે. પ્રિયંકાની સ્પીચનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

આ બેઠકમાં દુનિયાની ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો. જ્યારે પ્રિયંકા ગ્લોબલ સિટીઝન એમ્બેસેડર તરીકે ત્યાં પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા ચોપડાએ ગરીબી, અત્યાચાર, ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દા પર વાત કરી. સાથે જ તેણે દુનિયામાં ઝડપથી વધી રહેલી ગરીબીનો પણ મુદ્દો ઉઠાવ્યો.

પ્રિયંકાએ કહ્યું, ‘હું ઈચ્છું છું કે મારા બાળકો આ દુનિયામાં જ મોટા થાય જ્યાં વર્લ્ડ લીડર્સે ગ્રેટાની જનરેશનને સાંભળી હોય. જ્યાં ક્લાઈમેટ ક્રાઈસિસમાંથી ઉભરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું હોય. જ્યાં મહિલાઓના સફળ થવાની યોગ્યતાનો સ્કેલ એક બેસિક હ્યૂમન રાઈટ હોય ન કે ભૂગોળ અને અવસરની ઉપલબ્ધતા.’

પ્રિયંકાની આપેલી આ સ્પીચને ગ્લોબલ સ્તર પર ઘણા વખણ થઈ રહ્યા છે. પ્રિયંકા ઉપરાંત આ અનુઅલ મીટિંગમાં દીપિકા પાદુકોણ પણ હાજર હતી. અહીં તેને ક્રિસ્ટલ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવી. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ ‘છપાક’ રિલીઝ થઈ છે. જે બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી રહી છે.

0Shares