- Uncategorized

વડોદરાઃ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું ધારાસભ્યપદેથી રાજીનામું

રાજ્યના મધ્ય-ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જોવા મળ્યો. વડોદરાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇમાનદારે રાજીનામું આપ્યું છે. કેતન ઇમાનદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર રાજ્ય વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપ્યો છે. ભાજપના આ ધારાસભ્યએ સરકારના કામકાજને લઇને સવાલ ઉભા કર્યો હતો.

કેતન ઇનામદારે લખ્યું છે કે મારા મતવિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ-રજૂઆત સંદર્ભે સરકારશ્રીના મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી.

પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળવાતા હોવાથી તેમજ મંત્રીશ્રીઓ અને સરકારશ્રી દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે.

ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરવા છતા મંત્રીશ્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યશ્રીઓની પણ અવગણના કરે તે દુઃખદ બાબત છે.

મારા સાથી ધારાસભ્યોઓની લાગણીઓને બહાર લાવવા તથા મારી અવગણના એ મારા મતક્ષેત્રના પ્રજાજનોના હિતોની અવગણના છે. મારા પ્રજાજનોના હિતો માટે અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે.

મારા ભારે હૃદયે પક્ષની તમામ શિસ્ત અને વિચાર ધારાને આજદીન સુધી નિભાવેલ છે. અને નાછુટકે હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું.

0Shares