- ECONOMY

શું તમારી પાસે છે LIC ની પોલીસી, આ સમાચાર તમારા માટે છે Important

સરકારી ક્ષેત્રની વીમા કંપની હોવાના કારણે ભારતીય જીવન વિમા નિગમ (LIC)ને ભરોસાનું પ્રતિક માનવામાં આવે છે. દેશના કરોડો લોકોએ આંખો બંધ કરી પોતાની કમાણીનો એક ભાગ LIC ની યોજનાઓમાં લગાવ્યો છે.

જો કે હાલ છેલ્લા કેટલાક વર્ષમાં એવી ઘટનાઓ સામે આવી છે જેને લઇને એવા સંકેત ઉભા થઇ રહ્યાં છે કે LIC પાસે રોકડ નાણાની અછતની શક્યતાઓ જોવા મળી રહી છે.

ભારે રોકડ નાણા હોવાના કારણે ઘણી વખત LIC સરકાર માટે પણ સંકટમોચનનું કામ કરતી જોવા મળી છે, તેણે સાર્વજનિક કંપની અને બેંકોના શેર ખરીદીને તેને બચાવાનું કામ કર્યું છે. પરંતુ LIC ના નવીનત્તમ બુકિંગને જોતાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે.

LIC પણ એવી જ ભૂલ કરતી જોવા મળી રહી છે, જેમ કે ખાનગી ક્ષેત્રને હજારો-કરોડોની લોન આપીને સાર્વજનિક બેંકોએ કર્યું છે. આ નાણાકીય વર્ષ એટલે કે 2019-20 પહેલા છ મહીના (એપ્રિલ-સપ્ટેમ્બર)માં LIC ની નોન પરફોર્મન્સ એસેટ (NPA)માં 6.10 ટકા વધારો થયો છે.

આ NPA ખાનગી ક્ષેત્રના યસ બેંક, આઇસીઆઇસીઆઇ, એક્સિસ બેંકની નજીક છે. ક્યારેક સૌથી સારી ક્વોલિટી માટે મશહૂર આ ખાનગી ક્ષેત્ર બેંક બદલાતા માહોલમાં વધતા NPA થી પરેશાન જોવા મળી રહ્યાં છે.

2019-20 ની બીજા ત્રિમાસિક માં યસ બેંકના સકલ NPA 7.39 ટકા, આઇસીઆઇસીઆઇ નું એનપીએ 6.37 ટકા અને એક્સિસ બેંકની એનપીએ 5.03 ટકા પહોંચી ગયું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દા પર ચિંતા વ્યકત કરતાં એક ટવિટ કર્યું. જેમા જણાવ્યું કે કરોડો ઇમાનદાર લોકો LIC માં રોકાણ કરે છે, કારણ કે તેમને તેના પર ભરોસો છે. પરંતુ મોદી સરકાર LIC ને નુકસાન પહોંચાડીને તેના ભવિષ્યની સાથે ખિલવાડ કરી રહી છે અને લોકોના ભરોસો તોડી રહી છે.

0Shares