- CURRENT AFFAIRS, slider news

ગગનયાન પહેલા ‘વ્યોમમિત્ર’ને અવકાશમાં મોકલશે ઈસરો

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો) દ્વારા આ વર્ષના અંતમાં યોજાનારી પ્રથમ માનવસહાય અવકાશયાન કાર્યક્રમ (ગગનયાન)ના લોકાર્પણને ધ્યાનમાં રાખીને અવકાશની સ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે એક રોબોટ (હ્યૂમનોઈડ મોડેલ, જે માનવ જેવો દેખાશે)ને અવકાશમાં મોકલવામાં આવશે, જેને ‘વ્યોમમિત્ર’ નામ આપવામાં આવ્યું છે.

તેને 2022માં ગગનયાન મિશન પહેલા લોન્ચ કરવામાં આવશે. ગગનયાન મિશનમાં કોઈ પણ મહિલાને મોકલવામાં આવશે નહી, તેથી આ રોબોટને એક મહિલા તરીકે મોકલવામાં આવી રહ્યો છે. ઈસરોના વૈજ્ઞાનિક સેમ દયાલે જણાવ્યું હતું કે તે માનવીની જેમ કાર્ય કરશે અને અમને રિપોર્ટ પાછો મોકલશે. આ ક્ષણે, અમે આ એક પ્રયોગ તરીકે કરી રહ્યા છીએ. આ રોબોટને વ્યોમમિત્ર નામ આપવામાં આવ્યું છે. તે ઘણા કાર્યો માટે સક્ષમ છે, તેમજ બે ભાષાઓ પણ બોલે છે. ઈસરોના વડા કે શિવાનને ગયા વર્ષે કહ્યું હતું કે આ રોબોટ સંપૂર્ણ રીતે તૈયાર છે.

ઈસરોના વડાએ કહ્યું હતું કે વાસ્તવિક રુપથી મોકલવામાં આવી રહેલા ગગનયાન મિશન પહેલા બે માનવરહિત ફ્લાઇટમાં આ રોબોટને મોકલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રોબોટ એક માનવી જેવો જ હશે જે માણસની જેમ બધા કાર્યો કરી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે જણાવવા માંગીએ છીએ કે પહેલી ફ્લાઇટ પણ ખાલી નહીં જાય અને અમે આ તકનો મહત્તમ ઉપયોગ કરીશું તેની ખાતરી કરવામાં આવશે. અમારી પાસે અમારો પોતાનો રોબોટ (હ્યુમનોઇડ મોડેલ) છે જેનો ઉપયોગ કરવામાં આવશે.

શું છે વ્યોમમિત્રની ખાસિયતો?

ઈસરોના પ્રમુખ કે. સિવને જણાવ્યું કે, ગગનયાનમાં કોઈ પણ મહિલાને નથી મોકલવામાં આવવાની. તેથી વ્યોમમિત્રને એક મહિલાનું રૂપ આપીને મોકલવામાં આવી રહ્યો છે. વ્યોમમિત્ર મલ્ટી ટાસ્કર છે. તે એક સાથે અનેક કામ કરી શકે છે. વ્યોમમિત્ર બે ભાષાઓ બોલી શકે છે. બીજી તરફ, ઇસરોના વૈજ્ઞાનિક સેમ દયાળે જણાવ્યું કે, તે એક માણસની જેમ કામ કરશે અને ગ્રાઉન્ડ સ્ટેશન પર રિપોર્ટ કરશે.

નોંધનીય છે કે, ઈસરો મિશન ગગનયાને આવતા વર્ષ ડિસેમ્બર 2021માં લૉન્ચ કરવાનું છે. આ પહેલા ડિસેમ્બર 2020 અને જૂન 2021માં બે માનવરહિત મિશન લૉન્ચ થશે. ગગનયાનથી અંતરિક્ષ યાત્રા પર જવા માટે ચાર ભારતીય ટ્રેનિંગ લેવા ટૂંક સમયમાં રશિયા જવાના છે. આ સમગ્ર મિશનનો અંદાજિત ખર્ચ 10 હજાર કરોડ રૂપિયા છે.

0Shares