- Uncategorized

ગાંધીનગરઃ કૂડાસણ પાસે બાંધકામ સાઇટ પર જમીન ધસી, 4 મજૂરના મોત

રાજ્યના પાટનગર ગાંધીનગરના કૂડાસણ પાસે નવી બનરહેલી એક બાંધકામ સાઇટ પર અચાનક જમીન ઘસી જવાની ઘટના ઘટી હતી. આ સાઇટ પર જમીન ઘસી પડવાની દૂર્ઘટનામાં 4 કામ કરી રહેલા મજૂરો દટયાં હતા.

જો કે તમામ 4 કામ કરી રહેલા મજૂરોનું તાત્કાલિક ધોરણે રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જેમાં મજૂરોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ પણ લેવામાં આવી હતી.

જેમાં ભારે મહેનત બાદ કામ કરી રહેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યાં હતા. જો કે ગાંધીનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જતાં ત્યાં હાજર તબીબે તમામને મૃત જાહેર કર્યા હતા.

0Shares