- વાત સરકારની

અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસ ટ્રેનને CM રુપાણીએ લીલીઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન

તા-17-01-2020 ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. આ ખાનગીકરણનો વિરોધ કરી રહેલા વેસ્ટર્ન રેલવે યુનિયનના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ને આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપીને રવાના કરી હતી. તેજસને લીલીઝંડી આપવામાં આવી તે પહેલા વેસ્ટર્ન રેલવે એપ્લોઈઝ યુનિયન દ્વારા રેલવેના ખાનગીકરણનો વિરોધ કરતા કાર્યકરોની રેલવે અને સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી.

આઈઆરસીટીસીના અધિકારીના જણાવ્યા અનુસાર ‘તેજસ’ ટ્રેન માટે ૬૦ દિવસ પહેલા એડવાન્સ બુકીંગ કરાવી શકાશે. આ ટ્રેનમાં પેસેન્જરને કોઈપણ પ્રકારના સ્પેશિયલ ક્વોટા કે કન્સેશનનો લાભ નહીં મળે. ફ્લાઈટની જેમ આ ટ્રેનમાં પણ ડાયનેમિક ફેર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આથી માંગ વધારે હશે ત્યારે ભાડું પણ વધતું રહેશે. ટિકિટના દરમાં પેસેન્જરને અપાતા ચા, કોફી, બ્રેકફાસ્ટ અને લંચ કે ડીનરનો સમાવેશ થઈ જાય છે. પેસેન્જર માટે રપ લાખનો અકસ્માત વીમો અને લગેજનો રૂપિયા ૧ લાખનો વીમો છે.

તેજસ ટ્રેનને સમયસર દોડાવવા અમદાવાદ-મુંબઈ વચ્ચે આવતી-જતી ૩૩ ટ્રેનના સમયમાં પ મિનિટથી માંડી પપ મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. અન્ય ટ્રેનોના સમય પત્રકમાં થયેલા ફેરફાર મુજબ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પપ મિનિટ, નવજીવન એક્સપ્રેસ રપ મિનિટ મોડી ઉપડશે. સવારે મુંબઈ તરફ જતી ૧૧ તેમજ મુંબઈથી અમદાવાદ આવતી ૧૬ ટ્રેન અને ૪ મેમૂના સમયમાં પ મિનિટથી ૧૦ મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. તેજસ ટ્રેન અમદાવાદથી સવારે ૬-૪૦ એ ઉપડી બપોરે ૧-૧૦ એ મુંબઈ પહોંચશે. આ ટ્રેન ૧ કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ. ૧૦૦ અને ર કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ. રપ૦ વળતર ચૂકવવામાં આવશે.

પ વર્ષથી મોટા બાળકને પણ આખી ટિકિટ

વેકેશન અને તહેવારોની બિઝી સિઝનમાં ઓફ સિઝનની સરખામણીએ ટ્રેનનું ભાડું પણ વધુ રહેશે, જો કે ટ્રેનમાં વીઆઈપી ક્વોટાથી માંડી કોઈપણ કન્સેશન અપાશે નહીં. એક્ઝિક્યૂટિવ ચેરકારનું ભાડું રૂા. ર૪૦૦, ચેરકારનું ભાડું રૂા. ૧૩૦૦ થી શરૂ થશે. પ વર્ષથી મોટા બાળકની પણ આખી ટિકિટ થશે. એક્ઝિક્યૂટિવ ચેરકારમાં દરેક સીટ પાછળ એલઈડી સ્ક્રીન છે. અમદાવાદથી સવારે ૬-૩પ વાગે ઉપડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં સૌથી વધુ નોકરિયાત વર્ગન નડિયાદ, આણંદ, વડોદરા કે અન્ય શહેરોમાં જાય છે. હવે આ ટ્રેન પપ મિનિટ મોડી ઉપડશે. જેથી સૌથી વધુ પાસ ધારકોને હાલાકી પડે તેવી શક્યતા છે.

‘તેજસ’ ટ્રેન માટે અમદાવાદ આવતી અને જતી આ ટ્રેનોના સમયમાં પ થી પપ મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ર મેમૂ ટ્રેનનો સમય પણ બદલવામાં આવ્યો છે.

0Shares