- TECHNOLOGY, Trending News

Twitterના નવા અપડેટથી એન્ડ્રૉઈડ એપ થઈ રહી છે ક્રેશ, કંપનીએ માંગી માફી

જો તમે પણ ટ્વીટરની એન્ડ્રૉઈડ એપ વાપરી રહ્યા હશો તો બની શકે છે કે તમારી એપ ક્રેશ થઈ રહી હોય, કેમ કે ટ્વીટરના નવા એન્ડ્રૉઈડ અપડેટમાં કેટલીક સમસ્યાઓ છે જેના કારણે એપ લૉન્ચિંગની સાથે જ ક્રેશ થઈ રહી છે. ટ્વીટરના એન્ડ્રૉઈડ વર્ઝન 8.28માં ક્રેશ થવાની સમસ્યા છે.

જ્યારે ટ્વીટર સપોર્ટે તેના ક્રેશને લઈ માફી માંગી છે અને કહ્યું છે કે તેને ફિક્સ કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ટ્વીટરે કહ્યું છે કે જ્યાં સુધીમાં નવી અપડેટ જારી નથી થતી ત્યાં સુધીમાં યુઝર્સ એપને અપડેટ ન કરે, જો કે કંપનીએ એ નથી જણાવ્યું કે નવું અપડેટ ક્યાં સુધીમાં જારી થશે.

જ્યારે જે લોકોએ એપને અપડેટ કરી લીધી છે તે એપની સેટિંગમાં જઈને કેશ ક્લિયર કરી દે. તેના માટે આ સ્ટેપ્સને ફૉલો કરો settings>Storage>cache>Clear storage અને Clear cache। કેશ ક્લિયર કર્યા બાદ તમારે ફરીથી લૉગઈન કરવું પડશે.

0Shares