- LIFE STYLE, Trending News

આ 5 ભૂલો બર્બાદ કરી શકે છે તમારું લગ્નજીવન

એક સારા જીવનસાથીનું મળવું તો કેટલીક હદ્દ સુધી કિસ્મત પર નિર્ભર કરે છે. પરંતુ તે સંબંધમાં મધુરતા બનાવી રાખવી તો માણસનું જ કામ હોય છે. હંમેશા જોવા મળે છે કે લગ્નના કેટલાક વર્ષો બાદ જ પતિ-પત્નીના સંબંધમાં તકરાર શરૂ થઈ જાય છે. ઘણીવાર તો નોબત તલાક સુધી પહોંચી જાય છે.

સમાજનું દખલ

ઘણીવાર સાંભળવા મળે છે કે લોકો પોતાના પાર્ટનર વિશે પોતાના મિત્રો કે સંબંધીઓને જણાવવા લાગે છે. જ્યારે તમે તેમના વિશે ખોટી વાતો જણાવશો તો તેમના વિશે ખરાબ જ સાંભળવા મળશે. જેનાથી ઘણીવાર તમારી વિચારવાની રીત નકારાત્મક થઈ જાય છે અને આ બધાનું કારણ લડાઈ-ઝગડા શરૂ થઈ જાય છે.

એકબીજાની ભૂલો કાઢવી

આપસમાં ઝઘડો થવો કોઈ નવી વાત નથી પરંતુ દરેક વખતે ઝઘડાના સમયે પાછલી ભૂલોને ગણાવવાનું શરૂ કરી દેશો તો ફરી ઝઘડા ક્યારેય ખતમ જ નહીં થાય. તો ભલાઈ તેમાં જ છે કે જૂની વાતો પાછળ છોડીને આગળ વધી જવું.

મૌન થઈ જવું

જો કોઈ એક ઝઘડાના મૂડમાં છે તો બીજાએ ચૂપ થઈ જવું જોઈએ. તેમાં જ ભલાઈ છે પરંતુ તે મૌન ખુબ જ લાંબુ ન ખેંચો. જો એક બીજા સાથે વાત કરવાનું જ છોડી દેશો તો પછી સંબંધમાં દરાર પડવી સ્વાભાવિક છે.

માતા-પિતાની બુરાઈ

કોઈને પણ પોતાના માતા-પિતાના બુરાઈ સાંભળવી પસંદ નથી હોતી. જો સંબંધમાં ખટાસ પેદા નથી કરવી તો જરૂરી છે કે એક-બીજાના પ્રતિ સન્માનની ભાવના રાખો.

બીજાની સાથે તુલના

જીવનસાથીની તુલના કોઈ બીજાના જીવનસાથી સાથે ન કરો. દરેક માણસની પોતાની ખુબીઓ હોય છે. બની શકે છે દૂરથી જે માણસનો સ્વભાવ સારો લાગી રહ્યો છે તે એવો ન હોય. માટે પોતાના પાર્ટનરની તુલના કોઈ અન્ય સાથે ન કરો.

0Shares