- વાત સરકારની

વિરમગામ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન

તા-15-01-2020 અમદાવાદ મદદનીશ રોજગાર કચેરીએ 16 જાન્યુઆરી, 2020(ગુરુવારે) વિરમગામ તાલુકા પંચાયત કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે. આ મેળાનો આરંભ સવારે 11 વાગ્યે થશે. આ મેળામાં વિરમગામ તાલુકાના યુવાનો નામનું રજિસ્ટ્રેશન કરાવી શકશે તેમ જ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટ્રેશન રિન્યૂ પણ કરાવી શકશે. આ મેળામાં ધોરણ દસ પાસ,ધોરણ બાર પાસ અને આઈટીઆઈના યુવાનો એપ્રેન્ટિસ મેળામાં ભાગ લઈ શકશે.

મદદનશી નિયામક રોજગાર, અમદાવાદ એસ.આર.વિજયવર્ગીયે કહ્યું કે, આ ભરતી મેળામાં યુવાનોને માસિક આઠ થી દસ હજારના પગારની જોબ ઓફર કરવામાં આવશે. રોજગારવાંચ્છુઓ અસલ માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને શૈક્ષણિક લાયકાતના જરુરી ડોક્યુમેન્ટની ઝેરોક્સ સાથે રાખે તે જરુરી છે.

0Shares