- FEATURED NEWS, slider news

1 મિનિટમાં હજારો રેલ ટિકિટોનું બુકીંગ, કરોડોના કૌભાંડથી લઈ આતંકી ફંડિંગ સુધીનો જાણો શું છે સમગ્ર ખુલાસો

રેલવે પોલીસ ફોર્સે ટિકિટ રેકેટનો પર્દાફાશ કરતા કથિત ‘સોફ્ટવેર ડેવલપર’ની પણ ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટના તાર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દુબઈ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવે છે. આ રેકેટ દર મહિને ટિકીટોનો ગફલો કરીને કરોડોની કમાણી કરતું હતું અને આતંકવાદી ભંડોળમાં ઉપયોગ કરતું હતું. આરપીએફએ જણાવ્યું કે, ગુલામ મુસ્તુફા, જે ઝારખંડનો છે, તેને ભુવનેશ્વરથી ધરપકડ કરવામાં આવ્યો છે અને તેને સોમવારે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. આરપીએફએ મુસ્તફા સહિત 27 લોકોની ધરપકડ કરી છે. હવે આઇબી અને એનઆઈએ પણ આ કેસની તપાસમાં જોડાયું છે.

આ રેકેટ ફક્ત 1.48 મિનિટમાં 3 ટિકિટ બુક કરતું હતું. સામાન્ય રીતે એક ટિકિટને મેન્યુએલી બુક કરવામાં 2.55 મિનિટ જેટલો સમય લાગે છે. એ સ્પષ્ટ છે કે આ ગેંગને લીધે, ઘણા જરૂરીયાતમંદ લોકોને મુસાફરી માટે ટિકિટ મળી શકતી નહોતી અને તેમને પરેશાન થવું પડતું હતું. આરપીએફના જણાવ્યા અનુસાર આ ટોળકી ઘણીવાર 85 ટકા ટિકિટ બુક કરાવતી હતી, જે મુસાફરોને મનસ્વી કિંમતે આપવામાં આવતી હતી. જો કે આની અસર રેલવેની કમાણી પર થઈ નથી, પરંતુ સામાન્ય મુસાફરો પાસેથી ઘણા પૈસા એકઠા કરવામાં આવ્યાં છે.

ANMS નામના સૉફ્ટવેરથી કરતા હતા અવૈધ બુકિંગ

આરપીએફના ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારે જણાવ્યું હતું કે, મુસ્તફા પાસેથી બે લેપટોપ મળી આવ્યા છે, જેમાં એએનએમએસ નામના સૉફ્ટવેરનો સમાવેશ થાય છે. આ રેકેટ આ સૉફ્ટવેર દ્વારા મોટી રમતો રમતું હતું. અરૂણ કુમારે જણાવ્યું હતું કે, મુસ્તફાએ સૉફ્ટવેર એન્જિનિયરિંગ જેવું કોઈ શિક્ષણ મેળવ્યું નથી, તો પણ તેનો ડેવલોપ કર્યો હતો.

વગર OTP અને કેપ્ચાએ કરી લેતા હતા ટિકિટ બુક

આ સૉફ્ટવેર દ્વારા, રેકેટમાં આઈઆરસીટીસી તરફથી ટિકિટનું ફ્રૉડ રોકવા માટે લાગુ તમામ બૈરિયર્સનો તોડ નિકાળ્યો હતો. આ લોકો કેપ્ચા અને બેંક ઓટીપી જેવી ઘણી પ્રક્રિયાઓ વિના જ ટિકિટ બુક કરાવતા હતા. આ કૌભાંડ દ્વારા દર મહિને આ ગેંગ 10થી 15 કરોડ રૂપિયાની કમાણી કરી રહી હતી. આ ટોળકીનું પહેલું લક્ષ્ય કેશ કમાવું હતું.

આતંકી ફંડિંગમાં લગાવતા હતા ટિકિટોની રકમ

રોકડ કમાયા પછી આ લોકો આ રકમથી ટેરર ફાઈનાન્સિંગ કરતા હતા. આર.પી.એફ. દ્વારા ધરપકડ કરાયેલા લોકોની પુછપરછમાં એ જાણવા મળ્યું છે કે આ આખા રેકેટના તાર આતંકી ફંડિંગ અને મની લૉન્ડરીંગ સાથે જોડાયેલા છે. આટલું જ નહીં, સુરક્ષા એજન્સીઓને મુસ્તાફાના લેપટોપમાં એક એપ્લિકેશન પણ મળી છે, જેના દ્વારા બનાવટી આધારકાર્ડ તૈયાર કરાયા હતા.

યૂપીના બસ્તીનો અશરફ છે આકા, બોમ્બ બ્લાસ્ટનો આરોપી

આરપીએફે યુપીના બસ્તી જિલ્લાના રહેવાસી હામિદ અશરફની ઓળખ આ રેકેટના વડા તરીકે કરી છે. ગત વર્ષે ગોન્ડા જિલ્લામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અશરફ વૉન્ટેડ હતો. ધરપકડના ડરથી તે નેપાળ થઈને દુબઇ ગયો હતો.

મુસ્તફાએ ખોલાવ્યા હતા 3000 બેંક એકાઉન્ટ

આરપીએફના ડીજી અરૂણ કુમારે જણાવ્યું હતું કે, મુસ્તફાએ કોઈ ઔપચારિક શિક્ષણ લીધું નથી. તે ઓડિશાના એક મદરેસામાં અભ્યાસ કર્યો. તેણે આઈઆરસીટીસીની વેબસાઇટ પર તેની 563 આઈડી બનાવી રાખી હતી. આ સિવાય તેના એસબીઆઈની 2,400 શાખાઓ અને 600 પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં પણ ખાતા હતા. આ ગેંગે ટિકિટ કૌભાંડમાં કેટલી મહારત મેળવી હતી તેનો અંદાજ લગાવી શકાય છે કે, આશરે 20,000 એજન્ટો અને અન્ય લોકોએ આ રેકેટમાંથી સૉફ્ટવેર ખરીદ્યું હતું.

ભારતની એક સૉફ્ટવેર કંપની પણ રેકેટ સાથે જોડાયેલી?

આ કેસમાં તપાસ એજન્સીઓ દ્વારા ભારતીય સોફ્ટવેર કંપનીની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરપીએફ ડીજીએ કહ્યું કે અમને શંકા છે કે આ કંપની પણ રેકેટ સાથે જોડાયેલી છે. આ કંપની સિંગાપોરમાં મની લોન્ડરિંગમાં પણ સામેલ રહી છે. આરપીએફ અનુસાર, મુસ્તફા પાકિસ્તાનમાં કાર્યરત તબલીક-એ-જમાતનો સમર્થક છે.

0Shares