- CURRENT AFFAIRS, Trending News

વર-કન્યાના લગ્ન થાય તે પહેલા જ જુનો પ્રેમ સંબંધ તાજો થતા વેવાઈ-વેવાણ ભાગ્યા

અવારનવાર આપણે પ્રેમના ઘણા કિસ્સાઓ સાંભળીએ છીએ, પરંતુ સુરરત શહેરના કતારગામ વિસ્તારમાં એક એનોખી પ્રેમ કહાની જોવા મળી છે. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે યુવક અને યુવતીને પ્રેમ થઈ જતા તેઓ ઘરેથી ભાગી ગયા, પરંતુ આ એક અનોખી પ્રેમ કહાની છે.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેવાસી યુવકના લગ્ન નવરાસીની એક યુવતી સાથે વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્નના એક મહિના પહેલા જ યુવતીની માતા અને યુવકના પિતા એટલે કે વેવાઈ અને વેવાણનો જુનો પ્રેમ સંબંધ તાજો થઈ જતા બંન્ને પોત-પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. હાં તમે વાંચ્યું તે સાચુ છે.

આ કિસ્સામાં થોડું અંદર ડોકીયું કરીએ તો ગુમ આધેડાના દીકરા અને ગુમ મહિલાની દીકરી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંન્નેનો એક જ સમાજના હોવાથી પરિવાર બંન્નેના લગ્ન માટે શાંતિથી માની ગયા હતા. પરંતુ પરિવારની પહેલી જ મિટીંગમાં એકબીજાને જોતાં જ વેવાઈ-વેવાણ વચ્ચેનો વર્ષો જૂનો પ્રેમ ફરી તાજો થયો એટલે બંને પોતાનાં પ્રેમ માટે ભાગી ગયા. બીજીતરફ આ ઘટનાને લઈને વર-કન્યાનાં લગ્ન જે 14મી ફેબ્રુઆરીમાં થવાનાં હતા તે મોકૂફ રાખવા પડ્યા છે.

આ અંગે પરિવારે જણાવ્યા અનુસાર, યુવતીની માતા અને યુવકના પિતા એકબીજાને યુવાનીના દિવસોથી જ ઓળખતા હતા. તેઓ એક જ સોસાયટીમાં રહેતા હતાં. ત્યારથી એક-બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. જોકે, એ સમયે તેઓ એક ના થઈ શક્યા અને બંનેના જુદા જુદા પાત્રો સાથે લગ્ન થઈ ગયા. આમ છતાં, તેમણે પરસ્પર સંપર્ક ચાલુ રાખ્યો હતો.

એટલું જ નહીં, વધુ નજીક રહી શકાય એ હેતુથી તેમણે પોતાના સંતાનોના પણ લગ્ન કરાવવાનું નક્કી કરીને સગાઈ કરાવી દીધી હતી. જોકે તેઓ એકબીજા વિના રહી શકે એમ ન હતા. જેથી બંન્ને પોત-પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. પોલીસ આ બંનેને શોધવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે બંને પરિવારે તેમના બાળકોનો લગ્નસંબંધ પણ તોડી દીધો છે.

0Shares