- SPORTS, Trending News

ન્યુઝીલેન્ડના પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, બહાર થયો આ ખેલાડી

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માને રણજી ટ્રોફી મેચ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ન્યુઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

ઇશાંતને દિલ્હીની બોલિંગ આક્રમણને એંજામ આપતી વખતે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. ભારતે ન્યુઝીલેન્ડમાં 21 થી 25 ફેબ્રુઆરી અને 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે.

શું કોહલી બદલશે ઇતિહાસ?

ઇશાંત શર્માની આ ઈજા ગ્રેડ -3ની છે, જેના કારણે તે ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર નીકળી ગયો છે. સોમવારે ઇશાંત શર્માનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું હતું અને મંગળવારે રિપોર્ટમાં તેમને ગંભીર ઈજા હોવાનું જાણવા મળ્યું છે. ભારત તરફથી 96 ટેસ્ટ રમનારા આ બોલરની જગ્યાએ નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરી શકાય છે.

0Shares