- TECHNOLOGY, Trending News

વગર OTPએ ખાતમાંથી પૈસા કેવી રીતે થયા ચાઉ?, ટ્રાવેલિંગ કરતા લોકો ખાસ વાંચે

ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી થતી ચોરીઓમાં વધારો થઈ રહ્યો છે. અવાર-નવાર તેની સાથે જોડાયેલી ખબરો સાંભળવા મળે છે. તાજેતરના મામલે નોએડાની નેહા ચંદ્રા આ છેતરપીંડિનો શિકાર થઈ ગઈ. પીઆર કંપનીમાં કામ કરતી નેહા નવા વર્ષની રજાઓ મનાવવા પેરિસ ગઈ હતી જ્યાં મેટ્રોથી યાત્રા કરતી વખતે તેનું પાકિટ ચોરાઈ ગયું. એ પહેલા કે તે કંઈ સમજી શકતી હેકર્સોએ તેના ડેબિટ-ક્રેડિટ કાર્ડમાંથી 1.5 લાખ રૂપિયા ચોરી લીધા. તેમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ટ્રાન્જેક્શનને વગર ઓટીપી કે પિને કરવામાં આવ્યું.

નથી પડતી ઓટીપીની જરૂર

આ વખતે સાયબર સિક્યૉરિટી ફર્મના Lucideusના કો-ફાઉન્ડર રાહુલ ત્યાગીએ જણાવ્યું કે ભારતમાં ઈશૂ કરવામા આવતા ડેબિટ કાર્ડને વિદેશમાં ઑનલાઈન ટ્રાન્જેક્શન માટે ઉપયોગ કરવામાં આવે તો એક નક્કી કરેલી રકમ સુધી ઓટીપીની જરૂર નથી પડતી. ત્યાગીએ આગળ કહ્યું, ‘હેકર્સને આ પ્રકારના ફ્રૉડ કરવા માટે ફક્ત કાર્ડ નંબર અને CVVની જરૂર પડે છે. એટીએમ ટ્રાન્જેક્શન માટે હેકર્સ પાસે અનેક રીતો છે જેનાથી તે યુઝર્સના પિનને એક્સેસ કરી શકે છે. ઉદાહરણ તરીકે હેકર્સ પિનને રિસેટ કરવાની સાથે જ સ્કિમિંગ અટેક કરી શકે છે.’

મુંબઈના અવલાન્સ ગ્લોબલ સલૂશનના સીઈઓ મનન શાહે કહ્યું, ‘હેકર્સે ડેબિટ અને ક્રેડિટ કાર્ડના પિન-ઓટીપીને બાઈપાસ કરવા માટે રીતો શોધી લીધી છે. પૉઈન્ટ ઑફ સેલ મશીન્સ પર કાર્ડ મારફતે ટ્રાન્જેક્શ માટે ઓટીપીની જરૂર નથી પડતી. તાજેતરના દિવસોમાં આવા કેસો ઝડપથી વધી રહ્યા છે.’

આ રીતે રહો એલર્ટ

વિદેશ યાત્રા દરમિયાન તમારી સાથે આવી ઘટના ન થઈ શકે માટે તમારે પહેલાથી એલર્ટ રહેવાની જરૂર છે.
-સૌથી પહેલા તમારે તમારા કાર્ડને સુરક્ષિત રાખવાનું છે જેથી તે ક્યાંય ખોવાઈ જાય તો ચોરી ન થાય.
-દેશની બહાર જતા પહેલા પોતાની બેંકને તેની જાણકારી આપો અને વગર ઓટીપી થનારા ટ્રાન્જેક્શનની લિમિટને મિનિમમ કરાવી દો.
-એકાઉન્ટમાંથી થનારા ટ્રાન્જેક્શન પર નજર રાખો અને કોઈ પણ ગડબડી થવા પર બેંકને તરત ઈનફૉર્મ કરો.

0Shares