- CURRENT AFFAIRS, ENTERTAINMENT

આલિયા ભટ્ટની માં એ અફઝલ ગુરૂની ફાંસી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- બલીનો બકરો કેમ બનાવ્યો, તપાસ થાય

આતંકીઓ સાથે કારમાંથી ઝડપાયેલા ડીએસપી દેવિંદર સિંહની ધરપકડ બાદ સંસદ હુમલાના દોષી અફઝલ ગુરૂનો મામલો ફરીથી સમાચારોમાં છે. અફઝલ ગુરૂની પત્ની તબસ્સુમે છેલ્લા કેટલાક દિવસ પહેલા આરોપ લગાવ્યો હતો કે, દેવિંદર સિંહે તેના પતિને છોડવાના બદલામાં એક લાખ રૂપિયા માંગ્યા હતા. હવે ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટની માં સોની રાજદાને અફઝલ ગુરૂની ફાંસી પર જ સવાલ ઉઠાવી દીધો છે. એટલું જ નહીં રાજદાને અહીં સુધી કહ્યું કે અફઝલ ગુરૂને બલિનો બકરો કેમ બનાવ્યો, જેની ઠોસ તપાસ થવી જોઈએ.

હકીકતમાં, દેવિંદર સિંહની ધરપકડ બાદ અફઝલનો મામલો ફરીથી ઉછળ્યો છે. અફઝલની પત્ની તબસ્સુમે દાવો કર્યો કે તેણે પોતાના સોનાના દાગીનાને વેચીને એક લાખ રૂપિયા દેવિંદર સિંહને આપ્યા હતા. એટલું જ નહીં એ વાત પણ સામે આવી કે અફઝલ ગુરૂને ન ફક્ત પોલીસવાળાએ ત્રાસ આપ્યો પરંતુ તેની પાસેથી પૈસા પણ લીધા.

દેવિંદર પર આ આરોપ પણ છે

અફઝલે લેટરમાં એ પણ દાવો કર્યો કે, તે સિંહ જ હતો જેણે તેને કાર અને સુરક્ષિત જગ્યા આપવા માટે કહ્યું હતું જ્યાં આતંકી રહી શકે. આ મામલે હજુ દેવિંદર સિંહની વધુમાં પૂછપરછ ચાલુ છે અને સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

‘મૃત્યુદંડનો હળવાસમાં ઉપયોગ ન કરો’

આ દરમિયાન આ મામલાને લઈ હવે રાજકારણ પણ ગરમાયુ છે. આ તરફ, બૉલિવુડમાંથી પણ હવે સવાલ ઉઠવા લાગ્યા છે. મહેશ ભટ્ટની પત્ની અને આલિયા ભટ્ટની માં સોની રાજદાને ટ્વીટ મારફતે અફઝલની ફાંસી પર સવાલ ઉઠાવ્યો. તેણે લખ્યું, ‘આ ન્યાયનો દ્રોહ છે. જો તે નિર્દોષ છે તો હવે કોણ છે જે તેને પરત લાવી શકશે. આ જ કારણ છે કે મૃત્યુદંડનો હળવાસમાં ઉપયોગ ન કરવો જોઈએ. અફઝલ ગુરૂને બલિનો બકરો કેમ બનાવવામાં આવ્યો, તેની પણ તપાસ થવી જોઈએ.’

0Shares