- ENTERTAINMENT, Trending News

રજનીકાંતના ‘રામ’વાળા નિવેદન પર ધમાસાણ, કહ્યું- હું માફી નહીં માંગુ

તમિલ સુપરસ્ટાર રજનીકાંતના પેરિયાર પર કરવામાં આવેલા એક દાવાથી તમિલનાડુની રાજનીતિમાં ધમાસાણ મચ્યું છે. તેમના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે, જો કે રજનીકાંત પોતાની વાત પર અડગ છે અને તેઓએ માફી માંગવાનો પણ ઈનકાર કરી દીધો છે. રજનીકાંતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેઓએ જે પેરિયાર વિશે જે કહ્યું, તે બિલ્કુલ સાચું છે અને રિપોર્ટ પર આધારિત છે માટે માફી નહીં માંગે.

જણાવી દઈએ કે, ગયા સપ્તાહે તમિલનાડુ મેગેઝીન તુગલકને આપેલા ઈન્ટરવ્યુમાં રજનીકાંતે દાવો કર્યો હતો કે પેરિયારે 1971માં સલેમમાં એક રેલી કાઢી હતી જેમાં ભગવાન રામ અને સીતાની વસ્ત્રહીન તસ્વીરોને લગાવવામાં આવી હતી. રજનીકાંતના નિવેદનથી આપત્તિ વ્યક્ત કરતા દ્રવિદાર વિદ્યુતલાઈ કઝગમના સભ્યોએ તેમના વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

કઝગમની ફરિયાદમાં રજનીકાંત વિરુદ્ધ આઈપીસીની કલમ 153(એ) અંતર્ગત કેસ નોંધાવવાની માંગ કરવામાં આવી હતી. રજનીકાંતે તમિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી ડીએમકે પર નિશાન સાધ્યું હતું. રજનીએ દ્રવિડ આંદોલનના જનક કહેવાતા એમ કરૂણાનિધિ અને પેરિયાર પર ટિપ્પણી કરી હતી. સુપરસ્ટારે કહ્યું હતું કે પેરિયાર હિન્દુ દેવતાઓના કટ્ટર આલોચક હતા પરંતુ તે સમયે કોઈએ પેરિયારની કોઈએ આલોચના નહોતી કરી.

રજનીકાંતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, ‘પેરિયારની રેલીના વિષયમાં જે મેં કહ્યું તે બિલ્કુલ સાચું હતું.’ રજનીકાંતે કહ્યું કે તે રિપોર્ટના આધાર પર છે અને તેને ઘણા અખબારોએ પ્રમુખતાથી છાપ્યું પણ હતું. તેમણે કહ્યું કે તેઓ માફી નહીં માંગે.

0Shares