- FEATURED NEWS, slider news

Who is Gita Gopinath જે ભારતના જીડીપી પર નિવેદનોને લઈ છે ચર્ચામાં

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ ફરી એકવાર સમાચારમાં છે. આઇએમએફએ ભારતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિના અંદાજમાં ભારે ઘટાડો કર્યો છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ) સમિટ દરમિયાન ઈન્ડિયા ટુડેના ન્યૂઝ ડિરેક્ટર રાહુલ કંવલ સાથેની ખાસ વાતચીતમાં આઈએમએફના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું હતું કે વૈશ્વિક વૃદ્ધિના અંદાજમાં 8૦%નો ઘટાડા માટે ભારત જવાબદાર છે.

ગીતા ગોપીનાથના આ નિવેદનને ટાંકીને પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ અને પૂર્વ મંત્રી કપિલ સિબ્બલે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. ચાલો જાણીએ કોણ છે ગીતા ગોપીનાથ…

ગયા વર્ષે બન્યા ચીફ ઈકોનૉમિસ્ટ

ગયા વર્ષે ઓક્ટોબરમાં ગીતા ગોપીનાથને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાસ્ત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે 1 જાન્યુઆરી, 2019થી આ પદ સંભાળ્યું હતું. તે આ જવાબદારીને સંભાળનાર પ્રથમ મહિલા છે.

તેમને આ નાણાકીય સંસ્થાના મુખ્ય આર્થિક સલાહકારની જવાબદારી એવા સમયે આપવામાં આવી છે જ્યારે આર્થિક વૈશ્વિકરણની ટ્રેન ઉલ્ટી દિશા તરફ વળી રહી છે અને તે બહુપક્ષીય સંસ્થાઓ માટે પણ પડકારો ઉભી થઈ રહી છે.

47 વર્ષીય ગીતા ગોપીનાથ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવતા રહ્યા છે. તેમણે આઈએએમએફમાં મૌરિસ એબ્સફેલ્ડની જગ્યા લીધી, જે 31 ડિસેમ્બરે નિવૃત્ત થયા. તેઓ નાણાકીય ભંડોળના મુખ્ય અર્થશાસ્ત્રી અને તેના સંશોધન વિભાગના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

1 ઓક્ટોબર 2018ના રોજ તેમની નિમણૂકની ઘોષણા કરતા આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટીન લેગાર્ડે ગીતા ગોપીનાથને વિશ્વના અનોખા અને અનુભવી અર્થશાસ્ત્રી તરીકે વર્ણવ્યા. તેમણે કહ્યું કે, ગીતા વિશ્વની મહિલાઓ માટે એક રોલ મોડેલ છે. તે આઈએમએફના 11મા મુખ્ય અર્થશાસ્ત્રી છે. ગીતા ગોપીનાથ કેરળ સરકારના પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને આર્થિક સલાહકાર રહી ચૂક્યા છે.

તેમણે તાજેતરમાં હાર્વર્ડ ગેઝેટ સાથેની વાતચીતમાં તેમની નિમણૂકને એક મોટું સન્માન ગણાવ્યું હતું. આ વાર્તાલાપમાં, તેમણે કહ્યું હતું કે, તેઓ જે મુદ્દાઓમાંથી સંશોધન કરવા માંગે છે તેમાંથી એક એ છે કે આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાંમાં યુ.એસ. ડૉલર જેવી વર્ચસ્વવાળી કરન્સીની ભૂમિકા અસલમાં શું છે.

દિલ્હીથી લઈ હાવર્ડ સુધી અભ્યાસ

ભારતીય મૂળના ગીતા ગોપીનાથનો જન્મ 8 ડિસેમ્બર, 1971ના રોજ કોલકાતામાં થયો હતો, પરંતુ તેમનું પ્રારંભિક શિક્ષણ મૈસુર (કર્ણાટક)ની નિર્મલા કૉન્વેન્ટ સ્કૂલમાંથી થયું હતું. તેના માતા-પિતા મૂળ કેરળના કન્નુરમાં રહેતા હતા.

ગોપીનાથે દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને યુનિવર્સિટી ઓફ વૉશિંગ્ટનમાંથી એમએની ડિગ્રી મેળવી છે. તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર રહી ચૂક્યા છે. આ પહેલા તે શિકાગો યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર રહ્યા હતા. તેમણે નવી દિલ્હીની લેડી શ્રી રામ કૉલેજમાંથી બેચલરની ડિગ્રી મેળવી છે.

તેઓ ભારતના નાણાં મંત્રાલયના જી-20 સલાહકાર સમિતિમાં પણ તેમને પ્રતિષ્ઠિત સભ્ય તરીકે શામેલ કરવામાં આવ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપક અર્થશાસ્ત્ર અને વ્યવસાય પર કરાયેલા સંશોધનમાંથી વર્ષ 2001માં પ્રિંસ્ટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી મેળવી છે.

ગીતાના પતિનું નામ ઇકબાલ ધાલીવાલ છે, જે અર્થશાસ્ત્રમાં સ્નાતક છે અને 1995 બેચના આઈ.એ.એસ. ટૉપર છે. ઇકબાલ આઈએએસની નોકરી છોડીને પ્રિન્સટન અભ્યાસ કરવા ગયો હતો. ગીતાના પતિ અને એક દીકરાનો પરિવાર હાલમાં કેમ્બ્રિજ (યુકે)માં રહે છે.

નોટબંધીના કટુ આલોચક રહ્યા છે

આઇએમએફના સર્વોચ્ચ અર્થશાસ્ત્રીના પદ પર ચૂંટાયા પછી ગોપીનાથનું એક નિવેદન સમાચારોમાં હતું. એક સમયે તેમણે ભારતમાં નોટબંધીની આકરી ટીકા કરી હતી. તેમની તે વાતો હવે વાયરલ થઈ રહી છે. એક ઇન્ટરવ્યૂમાં ગોપીનાથે કહ્યું હતું કે, કોઈ મોટો અર્થશાસ્ત્રી નોટબંધીને યોગ્ય કરાર આપી શકે નહીં. ગોપીનાથે એમ પણ કહ્યું હતું કે, બધી રોકડ ન તો કાળુ નાણું છે અને ન તો ભ્રષ્ટાચાર.

ગોપીનાથે એમ પણ કહ્યું હતું કે, કોઈ વિકસશીલ દેશ માટે નોટબંધી એ ખૂબ કડક નિર્ણય છે. તે ખતરનાક હોવાની સાથે-સાથે હાનિકારક છે જે કેટલાક ક્ષેત્રોમાં કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

0Shares