- Uncategorized

આણંદઃ બોક્સ ઓવરબ્રીજને લઇને આસોદર ચોકડીના વેપારીઓએ બંધ પાળી કર્યો વિરોધ

બગોદરા-વાસદ માર્ગને સીકસ લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇને આણંદ જિલ્લાની આસોદર ચોકડી પર બોકસ ઓવરબ્રીજ બનાવવાનાં વિરોધમાં આજે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાળીને ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ત્યાર બાદ વેપારીઓ દ્વારા આણંદ ખાતે કલેકટરને આવેદનપત્ર આપીને બોકસ બ્રીજને બદલે કોલમ ઓવરબ્રીજ બનાવવાની માંગ કરવામાં આવી હતી.

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર આસોદર ચોકડી પાસેથી સીકલ લેન બગોદરા-વાસદ હાઈવે પસાર થનાર હોઈ બોકસ ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે. જો અહિયાં બોકસ ઓવરબ્રીજ બનાવવામાં આવે તો અહીયાં વેપાર ધંધાને ભારે નુકશાન થાય તેમ છે.

જેના કારણે હાલમાં ચાલી રહેલ ધંધો તુટી પડવાની ભીતી રહેલી છે. આસોદર ચોકડી પર 29 જેટલા શોપીંગ સેન્ટરો અને 1054 જેટલી દુકાનો તેમજ માર્કેટીંગ યાર્ડ અને આસપાસમાં નજીકમાં 12 જેટલા ગામો આવેલા છે.

જો બોકસ ઓવરબ્રીજ બનાવવામાં આવે તો તમામ વેપારઓના ધંધા તુટી જાય તેમજ લોકો બેકાર બની જાય. આમ બોકસ ઓવરબ્રીજ બનાવવાનાં વિરોધમાં આજે આસોદર ચોકડી વિસ્તારમાં તેમજ ગામમાં તમામ વેપારીઓએ પોતાનાં વેપાર ધંધા બંધ રાખ્યા હતા. જેને લઇને ગામમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું.

વેપાર ધંધા બચાવો સંધર્ષ સમિતી આસોદર દ્વારા આસોદર ચોકડી પાસે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે જિલ્લા પંચાયતનાં પ્રમુખ નટવરસિંહ મહિડા તેમજ બોરસદનાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારએ વેપારીઓ તેમજ ગ્રામજનોને સંબોધીને તેઓના આંદોલનને સમર્થન આપી આ અંગે રાજય સરકાર સમક્ષ રજુઆત કરવાની ખાત્રી આપી હતી.

0Shares