- ACHIEVERS

વિદેશની વૈભવી લાઈફ અને લાખોની નોકરીને ઠોકર મારી ગામડે આવી દંપતી કરવા લાગ્યા આ કામ

આજના આધુનિક યુગમાં ખેતીવાડી અને પશુપલાનનો વ્યવસાય છોડીને બધા લોકો શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા છે. એટલું જ નહિ, લોકો પૈસા કમાવવા તેમજ એક સારા સ્ટેટ્સ વાળી જોબ શોધવા માટે વિદેશમાં જતા રહેતા હોય છે. આજે મિત્રો ગામડામાં કોઈને રહેવું પસંદ જ નથી. કેમ કે આજકાલ લોકોને પોતાનો સર્વાંગી વિકાસ ખુબ જ ઝડપથી કરવો છે.

પરંતુ આજે અમે એવા યુવા દંપત્તિની વાત કરવા જઈ રહ્યા છીએ તે વિદેશમાં સ્થાયી હતા, જેમણે પોતાના કરિયરને બનાવી લીધું હતું, લાખો રૂપિયાની નોકરી પણ કરતા હતા. પરંતુ એ બધી જ સુખસાયબી છોડીને આજે આપણા ભારતમાં ગામડે આવીને વસ્યા. મિત્રો એવું તો તેની સાથે શું બન્યું હતું કે એ દંપતી એક ગામડામાં રહેવા માટે આવી ગયા અને તે દંપતી જે કામ કરે છે હાલમાં તેના વિશે જાણીને તમને પણ ખુબ જ આશ્વર્ય થશે. તો ચાલો જાણીએ કોણ છે દંપતી અને ક્યાંથી, અને કેવી રીતે તે ભારતમાં સદા નિવાસ કરવામાં માટે આવી ગયા.

કોણ છે આ યુવા દંપતી

રામદે ખુંટી વર્ષ 2006માં કામ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા, 2 વર્ષ ત્યાં કામ કર્યા પછી ભારત આવ્યા અને અહીં ભારતીબેન સાથે લગ્ન કરી લીધા. લગ્ન સમયે ભારતીબેન રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ કરી રહ્યાં હતા. ભરતીબેન પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને વર્ષ 2010માં પતિ પાસે લંડન જતા રહ્યાં.

લંડનમાં ભારતીબેન ઇન્ટરનેશનલ ટૂરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટની ડિગ્રી લીધી. આ પછી ભારતીબેને બ્રિટિશ એરવેઝના હિથ્રો એરપોર્ટથી હેલ્થ અને સેફ્ટિનો કોર્સ પણ કર્યો અને પછી ત્યાં જ નોકરી પણ કરવા લાગ્યા.

લંડનમાં આ દંપતીનું જીવન શાનદાર વીતી રહ્યું હતું, બંનેને એક દીકરો પણ થયો. પરંતુ રામદેને અહીં ગુજરાતમાં રહેતા તેમના માતા-પિતાની ચિંતા સતાવી રહી હતી. રામદે તેમનો એકનો એક દીકરો હતો જે તેમનાથી દૂર હતો. તેમનું ધ્યાન રાખવાવાળું અહીં કોઈ ન હતું અને તેમનું ખેતીનું કામ પણ બીજા લોકો કરી રહ્યાં હતા.

એજ્યુકેટેડ દંપતી પશુપાલન કરે ત્યારે તાજ્જુબ થાય

આ દરમિયાન રામદેભાઈને માતા-પિતાની ચિંતા થતા ભારતીબેન સાથે પરત ગામડે આવ્યા અને ગામડે આવીને બાપ-દાદાનો ખેતીનો ધંધો ચાલુ કર્યો.

ખેતી તો ગામડાના માણસો કરે જ છે. પરંતુ એક વેલ એજ્યુકેટેડ દંપતી જ્યારે ખેતી અને પશુપાલન કરે ત્યારે તાજ્જુબ થાય છે. એમાંય શહેરમાં મોટી થયેલી અને હાઈલી એજ્યુકેટેડ દીકરી લંડન જેવું શહેર છોડી પોતાના પરીવારને, પોતાના સાસુસસરાની સાથે ગામડે હોંશે હોંશે રહેવા લાગે અને ગાય ભેંસના ગોબર ઉથામે, ગાય- ભેંસ દોહવાનું કામ કરે ત્યારે એ દીકરીના સંસ્કાર અને સમજણની એના માં-બાપે આપેલ પરવરીશની ચાડી ખાય છે.

સુખી થવા માટે સુવિધાઓની નહીં સમજણની જરૂર પડે છે

રામદે કહે છે કે અહીં આવીને તેમને શીખ્યું છે કે ગામમાં રહીને પણ એક વ્યક્તિ શાનદાર જીવન જીવી શકે છે. ભારત કહે છે કે એવા તો ઘણા કિસ્સા છે કે વિદેશ જઈને બાળકો પોતાના માતાપિતાને ભૂલી જાય છે, ત્યારે લંડનથી અહીં સ્થાયી થઈને તેઓ કુદરતને ખોળે ઉછરી રહ્યા છે. આ એ વાતની સાક્ષી પૂરે છે કે સાચું સુખ પરિવાર સાથે છે.

ભારતીબેને એક વાત તો ચોક્કસ સાબિત કરી આપી કે સુખી થવા માટે સુવિધાઓની નહીં પરંતુ સમજણની જરૂર પડે છે અને પોતે ગામડામાં રહીને દુઃખી થઈ જશે તેવા વિચાર ધારા હેઠળ પોતાના પરિવારથી અલગ થઈ પતિ સાથે શહેરોમાં વસવાટ કરવાની જીદ કરી પરીવારથી દૂર રહેતી દીકરીઓ અને મારી દીકરી ગામડામાં નહી રહે તેવી વાત કરતા માં-બાપને એક સણસણતો તમાચો પણ મારી દિધો છે.

0Shares