- Uncategorized, અમદાવાદ

અમદાવાદઃ સ્કૂલની શિક્ષિકાએ 14 વર્ષના વિદ્યાર્થીની સાથે કર્યું એવું કે પોલીસ ચોંકી ગઇ

રાજ્યના પાટનગર ખાતે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજ્ય સરકારના એક અધિકારીએ પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ કરી કે મારા છોકરાને તેના જ સ્કૂલના શિક્ષિકા ભગાડી ગયા છે. સરકારી અધિકારીએ જણાવ્યું કે મારા દિકરો શુક્રવારથી ગૂમ છે, ત્યારે શિક્ષિકાના ઘરે તપાસ કરતાં તે પણ ગુમ છે.

એક પ્રાપ્ત મળતી માહિતી મુજબ ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં કામ કરતાં એક અધિકારીએ શિક્ષિકા પર આરોપ મુકતાં કહ્યું છે કે મારા 14 વર્ષના દિકરાને ભગાડી જવામાં તેનો હાથ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા થોડા સમયથી આ છોકરા અને તેના કલાસના શિક્ષિકા વચ્ચે અનૈતિક સંબંધો હોવાનું સામે આવતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આ અંગે ટકોર કરવામાં આવી હતી. જો કે બંને વચ્ચેના આ સંબંધોને લઇને ઘર છોડીને ભાગ ગયા હોવાનું હાલ પોલીસ જણાવી રહી છે.

0Shares