- વાત સરકારની

ગુજરાતની વિકાસ-પતંગને આકાશમાં વધુ ઊંચાઇઓ પાર કરાવવી છે: મુખ્યમંત્રી

અમદાવાદના ખોખરા અને પાલડી વિસ્તારમાં નગરજનો સાથે પતંગ ચગાવ્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, અમદાવાદના નગરજનો ઉત્સવપ્રેમી છે વળી, પતંગોત્સવ તો અમદાવાદનો જ. તેઓએ વધુમાં જણાવ્યું કે, ધણા પતંગરસિકો સી.એ.એ.ના સમર્થન-સંદેશ આપતી પતંગ ચગાવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, આકાશમાં ઉચે ઉડતી પતંગની જેમ ગુજરાતના વિકાસને પણ નવી ઊંચાઈઓ આપવી છે. ઉતરાયણ અને નવરાત્રી જેવા ઉત્સવોએ ગુજરાતને વૈશ્વિક ઓળખ આપી છે. તેમ તેઓએ ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રીએ ઘાયલ પક્ષીઓની સારવાર માટેના રાજ્યવ્યાપી કરુણા અભિયાનની ભૂમિકા પણ આપી હતી. આ સંદર્ભે તેઓએ જણાવ્યું કે, કરુણા અભિયાનની શરૂઆત પૂર્વે ૩૦ હજારથી વધુ પક્ષીઓ ઉત્તરાયણના પર્વે મૃત્યુ પામતા હતા જે સંખ્યા ઘટીને ૨ હજારની આસપાસ પહોચી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પતંગોત્સવ જેવા તહેવારોને કારણે ગુજરાત વિશ્વ સ્તરે ચમકતું રહ્યું છે. વધુમાં મુખ્યમંત્રીએ સાંઘાઈ કોર્પોરેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબી જાહેર કરાતા આનંદ વ્યક્ત કર્યો હતો.

મકરસંક્રાંતિની ઉજવણી વેળાએ શહેરના મેયર બીજલબેન પટેલ અને કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

0Shares