- ENTERTAINMENT, slider news

મુંબઈ-પુણે એક્સપ્રેસ પર સર્જાયો અકસ્માત, બોલીવુડની આ અભિનેત્રી ઈજાગ્રસ્ત

ગીતકાર-કવિ જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમી શનિવારે કાર અકસ્માતમાં ઘાયલ થઈ છે. મળતી માહિતી મુજબ મુંબઈ-પુણે એક્સપ્રેસ પર કોલ્હાપુર નજીક આ અકસ્માત થયો હતો.

રાયગઢના એસપી અનિલ પરાસ્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટના શનિવારે બપોરે 3:30 કલાકે મુંબઇથી 6૦ કિલોમીટર દૂર કોલ્હાપુર નજીક બની હતી. તેઓ જે કારમાં સવાર હતા તે કાર ટ્રક સાથે ટકરાઈ હતી. તેમને નવી મુંબઇના એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કારમાં શબાના આઝમીની સાથે તેમના પતિ જાવેદ અખ્તર પણ હતા. જો કે તેઓને કોઈ ઈજા થઈ નથી. ટ્રક સાથે ટકરાતા કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.

જાવેદ અખ્તરે ઉજવ્યો હતો 75મો જન્મદિવસ

તાજેતરમાં જ શબાના આઝમીના પતિ જાવેદ અખ્તરે તેમનો 75મો જન્મદિવસ 17 જાન્યુઆરીએ ઉજવ્યો હતો. તેમણે ખૂબ જ ખાસ રીતે તેમના જન્મદિવસની મજા માણી. તેમણે બે પાર્ટીનું આયોજન કર્યું હતું. એક પાર્ટી 16 જાન્યુઆરીએ રાત્રે અને બીજી પાર્ટી 17 જાન્યુઆરીની રાત્રે યોજાઈ હતી. પ્રથમ પાર્ટીમાં, તેણે જૂના દિવસોને યાદ કરીને રેટ્રો થીમ પાર્ટી આપી. બીજી પાર્ટી તેમણે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં આપી. આ પાર્ટીમાં બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

0Shares