- વાત સરકારની

સત્સંગ દ્વારા માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છેઃ મુખ્યમંત્રી

તા-13-01-2020 શ્રી સ્વામીનારાયણ વિદ્યાધામ હાથીજણ મુકામે તારીખ 9 જાન્યુઆરી થી તારીખ 15 જાન્યુઆરી સુધી ભવ્ય ‘શ્રીજી પંચશત’ કથાપૂર્તિ એવમ પંચદશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ તકે મુખ્યમંત્રીએ કહ્યું કે,સ્વામિનારાયણના સંતો સત્સંગ દ્વારા સમાજમાંથી બધીઓને દૂર કરવા સાથે સુસંસ્કારોને સમાજમાં આરોપીત કરવાનું કાર્ય કરે છે, તેનાથી માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ, હાથીજણ દ્વારા આયોજિત શ્રીજી પંચશત કથાપૂર્તિ મહોત્સવ કહ્યું કે, શ્રીજી સ્વામીએ 500 કથાઓ કરીને ૨૧ હજાર કલાકના સત્સંગ દ્વારા ધર્મ સંસ્કૃતિ ની પતાકા લહેરાવી છે. તેમણે કહ્યું કે, કથાનું શ્રવણ માત્ર ભવને તારી દે છે તેમ ભારતીય સંસ્કૃતિ કહે છે ત્યારે શ્રીજી સ્વામીએ ૨૧ હજાર કલાકના સત્સંગ દ્વારા સમાજ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે,જો ધર્મ સંસ્કૃતિ ટકશે તો જ રાષ્ટ્ર ટકી શકશે. જો કથાનો પ્રતિઘોષ પડે તો કથાકાર સમર્થ અને કથા સાર્થક કહેવાય. કથાકાર પોતાની સાધના -ઉપાસના દ્વારા વાલિયાને વાલ્મીકિ બનાવવાનું સામર્થ્ય ધરાવે છે.

‌તેમણે સ્વામી રામદાસ, સ્વામી રામકૃષ્ણ, સ્વામી પરમહંસ, વિશ્વામિત્ર ઋષિ, સાંદીપની રુષિ દ્વારા શિવાજી, વિવેકાનંદ, ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ જેવા મહાન વ્યક્તિત્વોનું નિર્માણ થયું હતું તેનો ઉલ્લેખ કરીને સંતોના પવિત્ર સત્સંગથી માનવીને આત્માથી પરમાત્મા તરફ જવાની ગતી મળે છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતનું સ્થાન વિશ્વમાં ઉજ્જવળ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન કાયદા દ્વારા આપણા જ ભારતવાસીઓને નાગરિકતા આપવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે તેની તેમણે આકરી આલોચના કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, હાથીજણ ગુરુકુળ નવી ઉર્જાનો સંચાર કરતું ધાર્મિક સ્થાન છે. ગુરુકુળ દ્વારા વ્યસન મુક્તિ, સામાજિક બદીઓને સમાજમાંથી દૂર કરવાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવે છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે દારૂબંધી, ગૌહત્યા, હુક્કા બાર બંધી,મહિલાઓનાં દોરા કાપનારને કડક સજાનો કાયદો અમલી બનાવી સમાજમાં શાંતિ અને સલામતી સ્થાપિત કરવાનું કાર્ય કર્યું છે.
વ્યાસપીઠ પર બિરાજમાન શ્રીજી સ્વામીએ જણાવ્યું કે, પ્રવર્તમાન રાજ્ય સરકાર સંવેદનશીલ છે. છેવાડાના માનવીની પણ આ સરકારે ચિંતા કરી છે. કૃષ્ણવલ્લભ સ્વામીએ આમંત્રિતોને આવકારી સમગ્ર રાજ્યની જનતા પણ રાજ્ય સરકારના પ્રજાલક્ષી નિર્ણયથી ખુશ છે.

શ્રીજી પંચશત કથાપૂર્તિ મહોત્સવની ઉજવણીમાં અમદાવાદના મેયર બિજલબેન પટેલ, ધારાસભ્ય સર્વ જગદીશભાઈ પંચાલ, સુરેશભાઈ પટેલ, પ્રદીપભાઈ પરમાર, બાબુભાઇ પટેલ, અરવિંદભાઈ પટેલ, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન કુશળસિંહ પઢેરીયા, જોરાવરસિંહ જાદવ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

0Shares