- વાત સરકારની

શિક્ષિત મનુષ્ય રાષ્ટ્રની સૌથી મોટી મૂડી છે: રાજ્યપાલ

તા-13-01-2020 વનવાસીઓની શૈક્ષણિક પ્રગતિ હેતુસર એકલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તે અભિનંદનને પાત્ર છે તેમ જણાવતા રાજ્યપાલે ઉમેર્યું હતું કે, આ એકલ અભિયાન વનવાસી બાળકોની ઉન્નતિ માટે, વિકાસ માટે, શિક્ષા માટે,સ્વાસ્થય માટે અને સંસ્કાર માટે સતત ચિંતા કરે છે. આ ખુબ જ મોટુ મહાન કાર્ય છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે શિક્ષિત મનુષ્ય રાષ્ટ્રની સૌથી મોટી મૂડી છે. ગરીબ અને આદિવાસી વિસ્તારોના બાળકો જેઓ શાળાએ નથી જઇ શકતા તેઓના માટે આ એકલ અભિયાન આશિર્વાદરૂપ છે તેમ જણાવતા રાજ્યપાલે માનવતાની બહુ મોટી સેવા કરનાર આ દાતાઓ તેમનું બહુમૂલ્ય યોગદાન આ જરુરતમંદ બાળકો માટે આપે છે તેમને ધન્યવાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે વનબંધુ પરિષદ એકલ અભિયાનના અધ્યક્ષે સંસ્થાની કામગીરીનો પરિચય આપ્યો હતો. વનવાસી અને અંતરિયાળ વિસ્તારોમા રહેતા બાળકોને શિક્ષિત કરવાનું મહાન કાર્ય કરનાર એકલ અભિયાનની સાત રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ છે.

આ અભિયાનની શરુઆત 1989 માં કોલકાતામાં કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતના વનવાસી અને ગ્રામીણ સમુદાયનાં લોકોને સામાજિક સમરસતા, શિક્ષણ માટે જાગ્રત કરવા, આર્થિક સશક્તા અને તેઓને સ્વાવલંબી બનાવીને આત્મસન્માન પ્રાપ્ત કરાવીને દેશની મુખ્યધારા સાથે જોડવા.

એકલ વિધ્યાલયમાં એક ગામ,એક કેન્દ્ર અને એક શિક્ષક હોય છે. જેઓ ૬ થી ૧૪ વરસના બાળકો, અને ૧ થી ૪ ધોરણના ૨૫/૩૦ બાળકોને દરરોજ ૩ કલાક ભણાવે છે. સમગ્ર દેશમાં અત્યારે આવા કુલ ૮૮૦૯૭ એકલ વિધ્યાલય કાર્યાંવિત છે. આ એકલ સંસ્થા શાળા, ગ્રામોત્થાન, આરોગ્ય, સંસ્કાર અને ગામડાના લોકોને જાગ્રુત કરવાનું પંચમુખી શિક્ષાનું કામ કરે છે.

આ પ્રસંગે વનબંધુ પરિષદ અમદાવાદનાં FTS ના અધ્યક્ષ અનિલભાઇ સોમાણી, મહિલા સમિતિ અમદાવાદના અધ્યક્ષ ઉર્મિલાબેન કાલંત્રી, સેક્રેટરી બબિતાબેન અગ્રવાલ અને દાતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

0Shares