- ENTERTAINMENT, Trending News

આખરે જીગ્નેશ કવિરાજે તેના ફેન વિરુદ્ધ જ કેમ નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદ સાયબર ક્રાઈમે ગુજરાતી ગાયક કલાકાર અને ફિલ્મ સેલિબ્રિટી જીગ્નેશ બારોટ (જીગ્નેશ કવિરાજ)ના નામનું નકલી ફેસબુક આઈડી બનાવનાર શખ્સની ધરપકડ કરી છે. જીગ્નેશ કવિરાજ સાથે તેની સારી ઓળખ છે અને તેણે જીગ્નેશના નામે મહિલાઓ પાસેથી ગિફ્ટ પણ પડાવી હોવાનું બહાર આવ્યું છે.

ગઈકાલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ગુજરાતી ગાયક કલાકાર જીગ્નેશ બારોટે (જીગ્નેશ કવિરાજ) ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, ‘નવેમ્બર મહિના પહેલાં કોઈ અજાણી વ્યક્તિએ મારા નામનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. આ બનાવટી ફેસબુક એકાઉન્ટમાં મારી મંજૂરી વગર મારા ફોટો મૂકીએ અને અલગ-અલગ સ્ટેટસ મૂકતો હતો. જેમ કે મારે નવા સોંગ માટે સારી હિરોઈન જોઈએ છે જેને પણ મારી સાથે હીરોઈન તરીકે કામ કરવું હોય તેમને એફબીમાં એસએમએસ કરે ને ફોટા મોકલો, તથા મારી જોડે કોને કામ કરવું છે જેને કરવું હોય તે મને એસએમએસ કરે.’

જીગ્નેશ કવિરાજની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી. ફેસબુક આઈડી પરથી સાયબર ક્રાઈમે પ્રકાશ નામના એક શખ્સની ધરપકડ કરી હતી. પ્રકાશ જીગ્નેશ કવિરાજનો જ ઓળખીતો હોવાનું સામે આવ્યું છે. આટલુ જ નહીં, જીગ્નેશ બારોટની બર્થડે છે એવી વાતો કરી મહિલાઓ પાસેથી ગિફ્ટ માંગતો અને જીગ્નેશ વતી તે જ લેવા જતો હતો.

0Shares