- CURRENT AFFAIRS, slider news

જૂનાગઢઃ LRDની ભરતીમાં બે દીકરા સાથે અન્યાય થતા પિતાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત, સમાજે મૃતદેહ ન સ્વીકાર્યો

ગઈકાલે એટલે શુક્રવારે સવારે જૂનાગઢ બહુમાળી ભવનમાં આવેલી સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા મ્યાંજરભાઇ મુંજાભાઇ હુંણે સ્યુસાઈડ નોટ લખી(ઉંમર વર્ષ આશરે-50) પોતાની ઓફીસમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં રબારી અને માલધારી સમાજ એકઠા થયા છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

મ્યાંજર ભાઈએ જિલ્લા પોલીસ વડાને સંબોધીને સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે લખ્યું કે, ‘ભાજપ સરકારના મંત્રીઓ અને અધિકારીઓએ મારો જીવ લીધો છે, જેની પાછળ આદિજાતીમંત્રી ગણપત વસાવા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ વિભાગના સચિવ તથા અધિકારીઓએ રાજકીય દબાણમાં આવીને લોકરક્ષક દળનું પરિણામ જાહેર કરી દીધું છે. મારા બંન્ને પુત્રોએ લોકરક્ષક દળની ભરતીમાં લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કરી, જાતિ અંગેના અનૂસચિચ જનજાતિ પ્રમાણપત્રની ખરાઈ આદિજાતિ કમિશનર કચેરીમાં ગાંધીનગર ખાતે ખરાઈ કાર્યવાહી પુરાવા રજૂ કરવા છતાં ખરાઈ કરેલી નથી અને પરિણામ જાહેર કરી અમારી સાથે અન્યાય કર્યો છે. હું મારા દીકરાઓની વેદના જોઈ શક્યો નહી. મારા દીકરાઓના માઢે આવેલો કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. મારા મૃત્યુની પાછળ સરકારી અધિકારીઓ અને ભાજપ સરકાર જવાબદાર છે. હું જતાં જતાં મારા સમાજને એક જ વિનંતી કરુ છું કે, ભાજપ સરકાર પ્રધાનપદ આપે તો પણ નકારજો અને ભાજપને ક્યારેય મત આપશો નહીં. મારી ઓફિસમાં સ્ટાફ અને કર્મચારીને હેરાન કરશો નહીં, માફ કરશો…રૂપાણી સરકારને સંતોષ થશે.

ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થતા પિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સહાયક વિદ્યુત નિરિક્ષણ કટેરી બહુમાલી ભવનમાં પટાવાળા તરીકે નોકરી કરતા મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણ (ઉંમર વર્ષ આશરે-50)નો મૃતદેહ સવારે 7.30થી 10.30 વાગ્યા દરમિયાન ઓફિસમાંથી જ પંખે લટકતો જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે એસપી સહિતનો કાફલો વિદ્યુત ભવનની ઓફિસ ખાતે પહોંચી ગયો હતો.

0Shares