- CURRENT AFFAIRS, SPORTS

ટીમ ઇન્ડિયાને ઝટકોઃ ઋષભ પંત પછી આ મહત્વનો ખેલાડી થયો ઇજાગ્રસ્ત

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન ડે મેચમાં ઋષભ પંત ઇજાગ્રસ્ત થયા બાદ હવે સ્ટાર ઓપનિંગ બેટસમેન શિખર ધવન ઇજાગ્રસ્ત થયો છે. ઓપનિગ બેટસમેન શિખર ધવનને ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડે મેચ દરમિયાન કમિંસનો બાઉન્સર વાગવાથી ઇજા પહોંચી છે.

ભારતીય ઓપનર શિખર ધવનની ઇજાને લઇને બીસીસીઆઇએ જણાવ્યું છે કે ધવનની જમણી પાસળીઓ પર ઇજા પહોંચી છે. બીજી વન ડે મેચમાં ફિલ્ડીંગ પણ કરવા મેદાનમાં ધવન આવ્યો નથી. શિખર ધવનની જગ્યાએ ચહલે ફિલ્ડીંગ કરી છે.

શિખર ધવન ભારતીય ઇનિંગ્સની 10મી ઓવરના બીજા બોલે ઇજાગ્રસ્ત થયો હતો. ધવનને ઇજા પહોંચી હોવા છતાં રમતા તેણે 96 રન બનાવ્યાં હતા.

જેના કારણે ભારતે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 340 રન બનાવ્યાં હતા. શિખર ધવને 90 બોલમાં 96 રન ફટકાર્યા હતા. ધવને 13 બાઉન્ડ્રી તેમજ એક સિકસર મારી હતી.

0Shares