- CURRENT AFFAIRS

સુરતઃ હીરાના કારખાનામાંથી અંદાજે 1.5 કરોડથી વધુના હીરા લઇને બે કારીગરો નાસી ગયા

સુરતના કતારગામમાં આવેલા એક હિરાના કારખાનામાંથી અંદાજે 1.5 કરોડથી વધારાના હીરાની ચોરી કરી કારીગરો ફરાર થઇ ગયા છે. આ અંગેની કંપનીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત મળતી માહિતી મુજબ શહેરના કતારગામમાં આવેલ એક હીરા કંપનીએ બે કારીગરોને 1300 કેરેટના હીરા બોઇલ કરવા આપ્યા હતા.

જે તેઓ કંપનીને બોઇલ કરી પરત આપવાના હતા. જો કે પરત ન આવતા કંપની દ્વારા આ અંગેની પોલીસને જાણ કરવામાં આવી. જેને લઇને પોલીસે સીસીટીવી ચેક કરી કાર્યવાહી હાથ ધરી છે.

જો કે એક મળતા અહેવાલ મુજબ આ કારીગરો છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યાં હતા. ત્યારે હાલ પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

0Shares