- CURRENT AFFAIRS

મોરબીઃ સૂરજબારી પુલ પાસે બસ પલટી જતાં 15થી વધારે મુસાફરોને ઇજા

કચ્છના સુરજબારી પૂલ નજીક એક ખાનગી બસ પલટી જતાં 15થી વધારે મુસાફરો ઘાયલ થયા છે. જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

પ્રાપ્ત મળતી માહિતી મુજબ ખાનગી બસ કચ્છથી મોરબી જઇ રહી હતી. ત્યારે માળીયા-મિયાણાના સૂરજબારી પુલ પાસે બસ પલટી ગઇ હતી. જેમાં અંદાજે 15થી વધારે મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ખાનગી બસ પલટી જતાં થોડા સમય માટે રોડ પર ટ્રાફિકના આવન-જાવન પર અસર જોવા મળી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતને લઇને તપાસ હાથ ધરી છે.

0Shares