- CURRENT AFFAIRS

ગુનેગારો હવે ચેતજો..! અમરેલી શહેર પર પોલીસની છે હવે ત્રિનેત્ર નજર

અમરેલી શહેરમાં જો કોઇ ગુનેગાર એમ વિચારી રહ્યો હોય કે મને કોઇ દેખી રહ્યુ નથી તો આવા ગુનેગારો હવે ચેતી જાજો. અમરેલી શહેરમાં ગુનાખોરી ડામવા પોલીસ હવે ત્રિનેત્રની બાઝ નજર રાખી રહી છે. અમરેલી શહેર તેમજ ફરતેથી નીકળતા હાઇવે પર 32 સ્થળો પર 241 કેમેરા વડે પોલીસ હવે બાઝ નજર રાખી રહી છે.

અમરેલી શહેર પોલીસની નજર એટલે કે ત્રિનેત્ર… અમરેલી સાવરકુંડલા રોડ, અમેરલી-લાઠી-ભાવનગર રોડ, અમરેલી-રાજકોટ, અમરેલી-બગસરા રોડ તેમજ શહેરના મુખ્ય વિસ્તાર ગણાતાં સેન્ટર પોઇન્ટ અને જીવરાજ મહેતા ચોક જેવા 32 સ્થળો પર 214 જેટલા કેમેરા લગાડી પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે આ તમામ કેમેરાનું મોનિટરિંગ નેત્રમ નામના કંટ્રોલરૂમમાં વિશાળ LED અને કમ્યુટર દ્વારા પોલસ વાહનો ઉપર ખાસ નજર રાખી રહી છે.

પોલીસ દ્વારા 214 કેમેરાથી નજર રાખીને શહેરીજનોને ભય મુક્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ કેમેરાથી શહેરમાં બનતા બનાવો પર નજર રાખી શકાશે. તેમજ શહેરમાં બનતી ઘરફોડ ચોરી અને વાહન ચોરી પર પણ પોલીસની બાજનજર રહેશે.

ખાસ કરીને મહિલાઓ પરની બનતી કોઇ ઘટના પર પોલીસની ખાસ નજર રહેશે. જ્યારે ટૂંક સમયમાં ઇ-ચલણની કામગીરી શરૂ કરવામાં આવનાર છે, જે અંગેની પોલીસની કમ્પ્યૂટરાઇઝ કાર્યવાહી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. આમ અમરેલી શહેરને ભયમુક્ત બનાવવાનો પોલીસે પ્રયાસ કર્યો છે.

0Shares