- CURRENT AFFAIRS, slider news

દિલ્હી: 1 ફેબ્રુઆરીને સવારે 6 વાગ્યે નિર્ભયાના આરોપીઓને આપવામાં આવશે ફાંસી, કોર્ટે બહાર પાડ્યું નવું ડેથ વોરન્ટ

નિર્ભયા ગેંગરેપના આરોપીઓ માટે દિલ્હી કોર્ટે નવું ડેથ વોરંટ બહાર પાડ્યું છે. આ મુજબ આ આરોપીઓને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. ગૃહમંત્રાલયે નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓમાંથી એક મુકેશ સિંહની દયા અરજીને ગુરુવાર રાતે રાષ્ટ્રપતિ પાસે મોકલી મોકલી હતી જે ફગાવી દેવાઈ છે.

નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિએ દોષિત મુકેશની ફાંસીની સજાને યથાવત રાખવાની ભલામણ કરી છે. ગૃહ મંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિને મોકલી છે. કોર્ટમાં આજે ડેથ વોરંટની સુનાવણી યોજાઈ હતી. દિલ્હી કોર્ટે નવું ડેથ વોરંટ બહાર પાડ્યું છે.

7 જાન્યુઆરીએ જાહેર કર્યું હતું ડેથ વોરંટ

પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરીએ નિર્ભયાના ચારેય દુષ્કર્મીઓ અક્ષય, પવન, મુકેશ અને વિનય વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરી દીધું હતું. આ વોરંટમાં કહેવામાં આવ્યું હતું કે, આ આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે તિહાર જેલમાં ફાંસી પર ચઢાવવામાં આવશે. ત્યારબાદ બે આરોપીઓ મુકેશ અને વિનયે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે બન્નેની અરજી ફગાવી દીધી હતી. એક આરોપીએ રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી, દિલ્હી હાઈકોર્ટે ડેથ વોરંટ રદ કરવાની માંગ કરી. હાઈકોર્ટે તેની અરજી ફગાવતા નીચલી કોર્ટમાં અરજી કરવા માટે કહ્યું હતું.

0Shares