- CURRENT AFFAIRS, slider news

મુંબઇથી ફરાર આંતકવાદી જલીસ અંસારીની કાનપુરથી ધરપકડ, દેશમાંથી છટકવાનો કરી રહ્યો હતો પ્રયાસ

મુંબઇથી ગુમ થયેલ આતંકવાદી ડો. જાલીસ અંસારીની કાનપુરથી ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે જલીસ અંસારીની કાનપુરથી ધરપકડ કરવામાં આવી છે. તેને લખનૌ લાવવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તે દેશમાંથી છટકવાના પ્રયાસમાં હતો. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

50થી વધારે બોમ્બ ધડાકાનો આરોપી

દેશનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ડો.જલીસ અંસારી ઉર્ફે Dr Bomb પેરોલ સમયે ગુમ થઈ ગયો છે, જેને પગલે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર ATSએ તેની શોધખોળ હાથ ધરી છે. અંસારી 90ના દાયકાથી અત્યાર સુધીમાં 50 કરતા વધારે જગ્યા પર બોમ્બ ધડાકાનો આરોપી હતો. અંસારી અજમેર જેલમાં ઉંમર કેદની સજા કાપી રહ્યો હતો. તેને પેરોલ મળ્યા બાદ તે મુંબઈ સ્થિત તેના પરિવારને મળવા માટે આવ્યો હતો. 3

અંસારી પેરોલ સમયે મુંબઈ સ્થિત તેના પરિવાર સાથે હતો. ગુરુવારે મોમીનપાડામાં રહેતા તેના પરિવારના એક સભ્યએ પોલીસ સ્ટેશન જઈ અંસારી ગુમ હોવાની માહિતી આપી હતી. તે સવારે 5 વાગે ઘરેથી નિકળ્યો હતો પણ પરત ફર્યો ન હતો.

જ્યારે પરિવારના સભ્યોએ અંસારીને કોલ કર્યો તો ફોન બંધ આવતો હતો. પોલીસને આ અંગે માહિતી મળતા અંસારીને લઈ પોલીસ કંટ્રોલ રૂમમાં SOS એલર્ટ મોકલવામાં આવ્યા હતા તેમજ મહારાષ્ટ્ર ATSને પણ જાણ કરવામાં આવી હતા.

0Shares