- TECHNOLOGY, Trending News

3 ઈંચથી પણ નાના ફોનમાં છે તમામ ફીચર, 7 દિવસ સુધી ચાલશે બેટરી

સ્માર્ટફોન કંપનીઓ અવાર-નવાર નવા ટેક્નોલૉજી ડિવાઇસીસ લાવતી રહે છે. એડવાન્સ કેમેરા, શક્તિશાળી પ્રોસેસર જેવી ઘણી પ્રીમિયમ સુવિધાઓ હોય છે. જો કે, વિશ્વભરમાં એવા લાખો યુઝર્સો છે જે મોટા સ્માર્ટફોનને પસંદ નથી કરતા. આ વપરાશકર્તાઓ માટે, Zini Mobiles ખૂબ જ નાનો ફોન લાવ્યું છે. Zanco Tiny T2 નામનું આ ડિવાઇસ વિશ્વનો સૌથી નાનો મોબાઇલ ફોન છે. 31 ગ્રામનો આ ફોન કૉલ કરવા અને ટેક્સ્ટ સંદેશાઓ મોકલવા જેવી આવશ્યક સુવિધાઓ ઉપરાંત મૂળભૂત મલ્ટિ-મીડિયા કાર્યો સાથે આવે છે. ચાલો વિગતો જાણીએ.

ફોટો, વીડિયો માટે કેમેરા

જેન્કો ટાઈની ટી2 સાઇઝમાં નાનો હોવા છતાં કેમેરા સાથે આવે છે. તેમાં કેમેરામાંથી ફોટા ક્લિક કરવા ઉપરાંત, વિડિઓ પણ શૂટ કરી શકાય છે. મજાની વાત એ છે કે આપેલ 0.3 મેગાપિક્સલનો કેમેરો ફ્લેશ સાથે આવે છે.

મ્યૂઝિક

આ ફોન બનાવતી વખતે કંપનીએ યુઝર્સના મનોરંજનની પણ કાળજી લીધી છે. આ કારણ છે કે આ ફોનમાં MP3 અને MP4 પ્લેબેક ઉપરાંત, એફએમ રેડિયો સપોર્ટ પણ ઉપલબ્ધ છે. તેમાં ફાઇલ શેરિંગ માટે બ્લૂટૂથ પણ આપવામાં આવ્યું છે.

ગેમિંગ

ફોનમાં કેટલીક ઇન-બિલ્ટ ગેમ્સ પણ આપવામાં આવી છે. યુઝર્સ તેમાં ટેટ્રિસ, સ્નેકની અને ડૂડલ જમ્પ જેવી રમતોનો આનંદ માણી શકો છે.

ક્લૉક અને કેલેન્ડર

ટાઈની ટી2માં કેલેન્ડરની સાથે અલાર્મ ક્લોક સુવિધા પણ છે.

સાઈજમાં ખુબ જ નાનો

ફોનને કેરી કરવો ખૂબ સરળ અને અનુકૂળ છે. આ ફોનની લંબાઈ 2.4 ઇંચ અને પહોળાઈ 1.8 ઇંચ છે.

માઈક્રો એસડી કાર્ડ સપોર્ટ

આ ફોન માઇક્રો એસડી કાર્ડ સપોર્ટ સાથે આવે છે. યુઝર્સ ફોનની મેમરી 32 જીબી સુધી વધારી શકે છે.

બેટરી

ફોનમાં 500mAhની બેટરી છે. તે 7 દિવસ સુધીનો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે.

ક્યારે અને ક્યાં હશે ઉપલબ્ધ

આ વર્ષે એપ્રિલમાં ફોનની શીપીંગ શરૂ થશે. શરૂઆતમાં, આ ફોન યુએસ, યુકે, ભારત, ચીન, જાપાન, જર્મની અને નેધરલેન્ડ્સમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

વિશ્વના આ નાનામાં નાના 3જી ફોન માટે કિકસ્ટાર્ટર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. Zanco tiny T2 સુપર અર્લી બર્ડ રીવૉર્ડ પર ફક્ત 59 ડૉલર (લગભગ 4,200 રૂપિયા)માં ખરીદી શકાય છે.

જો કે, હવે અર્લી બર્ડ રિવૉર્ડમાં તેની કિંમત વધીને $ 69 ડૉલર (લગભગ 4,900 રૂપિયા) થઈ ગઈ છે. કિકસ્ટાર્ટર સ્પેશિયલ પેકને રુચિ ધરાવતા ગ્રાહકો ત્યાર બાદ $ 79 (લગભગ રૂ.5,600)માં ખરીદી શકશે.

0Shares