- CURRENT AFFAIRS, POLITICS, slider news

નિર્ભયાની માતા આશા દેવી કેજરીવાલ સામે કોંગ્રેસમાંથી લડશે ચૂંટણી!

દિલ્હીઃ નિર્ભયાની માતા આશા દેવી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા આશા દેવી કેજરીવાલ સામે ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.

ઉલ્લેખનીય છે કે નિર્ભયા મામલામાં ફાંસીમાં મોડુ થવાના સવાલ પર નિર્ભયાની માતાએ ઘણી વખત દિલ્હી સરકાર પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન આશા દેવીએ એમ પણ કહ્યું હતું કે સરકાર દોષિતોને બચાવવા માંગે છે.

આ પહેલા આશા દેવી દોષિતોની ફાંસી પર થઈ રહેલી નિવેદનબાજી અને રાજનીતિ મુદ્દે નારાજ જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાતચીતમાં આશા દેવીએ રડતા-રડતા આરોપ લગાવ્યો હતો કે અમને ન્યાય મળ્યો નથી. સરકારને અમારી તકલીફ દેખાતી નથી. દરેક આ બહાને પોતાની રાજનીતિ રોટલી પકવી રહ્યા છે. બાળકીના મોત સાથે રમી રહ્યા છે. અમને ષડયંત્ર લાગી રહ્યું છે. દોષિતોની ફાંસી ટાળવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિએ ફગાવી મુકેશની દયા અરજી

નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિએ દોષિત મુકેશની ફાંસીની સજાને યથાવત રાખવાની ભલામણ કરી છે. ગૃહ મંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિને મોકલી છે. કોર્ટમાં આજે જ ડેથ વોરંટની સુનાવણી થવાની છે.

7 જાન્યુઆરીએ જાહેર કર્યું હતું ડેથ વોરંટ

પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરીએ નિર્ભયાના ચારેય દુષ્કર્મીઓ અક્ષય, પવન, મુકેશ અને વિનય વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરી દીધું હતું. આ વોરંટમાં કહેવામાં આવ્યું હતું કે, આ આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે તિહાર જેલમાં ફાંસી પર ચઢાવવામાં આવશે. ત્યારબાદ બે આરોપીઓ મુકેશ અને વિનયે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે બન્નેની અરજી ફગાવી દીધી હતી. એક આરોપીએ રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી, દિલ્હી હાઈકોર્ને ડેથ વોરંટ રદ કરવાની માંગ કરી. હાઈકોર્ટે તેની અરજી ફગાવતા નીચલી કોર્ટમાં અરજી કરવા માટે કહ્યું હતું.

0Shares