- વાત સરકારની

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ગૃહરાજ્યમંત્રીએ કર્યા સન્માનિત

તા-12-01-2020 ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકો આપણા રાજ્ય અને રાષ્ટ્રની ધરોહર છે. વર્ગખંડમાં શિક્ષણનું જેટલું સિંચન થશે તેટલુ આવતી કાલનુ રાષ્ટ્ર વધુ પ્રગતિશીલ બનશે. સ્વસ્થ અને શિક્ષિત સમાજ નિર્માણ માટે શિક્ષકોનું મહત્વ અનેરું છે સાથે સાથે વિદ્યાર્થીઓ શિક્ષા પામીને સમાજ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે તે પણ એટલું જ જરૂરી છે એમ તેમણે ઉમેર્યું હતું . ગૃહ રાજ્યમંત્રીએ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મ્યુનિસિપલ શાળાઓમાં શિક્ષા પામીને આજે વિશિષ્ટ પદ પર સેવા આપતા મહાનુભાવોનુ સન્માન કર્યું હતું .

મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. એ દાયકામાં શૈક્ષણિક માળખું ઉભું કરી તે માળખું ઊભુ કરનારા તમામ સભ્યોને મંત્રીએ યાદ કરી તેમને અભિનંદન પાઠવ્યા, એ દાયકામાં શૈક્ષણિક દિશામાં સમાજ ની આવશ્યકતા સમજી મંચ પર હરેનભાઈ પાઠકનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે પાઠકે જાહેર જીવનમાં ૫૦ વર્ષની કારકિર્દી સમર્પિત કરી છે.

ચાણક્યની વાતને યાદ કરી તેમણે કહ્યું કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર મહિમા ઉસકી ગોદ મે પલતે હૈ” હરેન પાઠક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર, મંત્રી અને સાંસદ તરીકે તેમણે યોગદાન આપ્યું અને તેમનીએ કારકિર્દીના ગર્ભમાં પાયામાં મ્યુનિસિપલ શિક્ષણ સમિતિ વસે છે તેમ કહી શકાય આદરણીય. રતિલાલ વર્માનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ કહ્યું કે જેમણે કવિ થઈ પોતાના વ્યથા અને વ્યવસ્થા પરિવર્તિત કરવા પોતાનીવાતને સાંસદ ગૃહમાં કવિતાના માધ્યમથી તેમણે રજૂ કરી તેમના પાયામાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે.

ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાન આપનાર જગદીશભાઈ ભાવસારનો ઉલ્લેખ કરી કહ્યું કે તેઓ પણ પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને તે આજે ઉપકુલપતિની જવાબદારી ખૂબ જ સહજતાથી નિભાવી રહ્યા છે તેમના પણ પાયામાં આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ છે. આ શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ સંસ્કાર પામીને આગળ આવેલા અનેક ધારાસભ્યો, એડવોકેટ, પત્રકારોનુ સન્માન કરવાની તક મને મળી છે તે મારા માટે પણ સવિશેષ આનંદ અને ધોરણ ગૌરવની ઘટના છે તેમ તેમણે ઉમેર્યું હતું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ટાઉન હોલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી સમ્માન કાર્યક્રમ યોજવામાં આવ્યુ હતું. જેમાં ૧૧૨ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક ધારાસભ્યો સર્વ જગદીશભાઈ પંચાલ, બાબુભાઈ પટેલ, રાકેશ શાહ, વલ્લભભાઈ કાકડીયા, અરવિંદભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદીપભાઈ પરમાર, જગદીશ પટેલ, શંભુજી ઠાકોર, બલરામ થાવાણી, સુરેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના દિનેશભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભાઈ ભટ્ટ, માનનીય ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી, પૂર્વ મેયર અમિતભાઇ શાહ તથા અનેક અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

0Shares