- વાત સરકારની

ન્યુટ્રીશનલ રિ-હેબીલીટેશન સેન્ટર- અહીં કરમાયેલા ફુલ ફરી ખીલી ઉઠે છે

તા-10-01-2020 આજના બાળક ભાવી સુરાષ્ટ્રના નિર્માતા છે. દેશ સામેના વિવિધ પડકારોને લલકારવા બાળકો સૈનિક બની દેશનું ઉજ્જ્વળ ભાવી સુનિશ્ચિત કરશે. પરંતુ આ ભુલકાઓ કુપોષણ સામેની લડાઇ હારી ન જાય તે માટે રાજ્ય સરકારનું ન્યુટ્રીશનલ રિ-હેબીલીટેશન સેન્ટર સતત કાર્યરત રહે છે.

મેઘાણીનગરમાં રહેતા વિનોદભાઇ વાઘેલાની દિકરી અંજલી અઢી વર્ષની ઉંમરે કુપોષણનો શીકાર બની હતી. અસારવા સિવીલ હોસ્પિટલમાં કાર્યરત ન્યુટ્રીશનલ રિ-હેબીલીટેશન સેંટરમાં અંજલીને લાવવામાં આવી ત્યારે તેનું વજન માત્ર ૪.૭ કી.ગ્રા. હતું. એપેટાઇટ ટેસ્ટ કરાતા પરિણામ ચિંતાજનક આવ્યું હતું.

તબીબી માર્ગદર્શન હેઠળ અંજલીને યોગ્ય ઉપચાર અને પોષણક્ષમ આહાર નિયમીત આપવાનું શરુ કરવામાં આવ્યું. અઢી માસની સઘન દેખરેખ અને સારવારને કારણે અંજલી જરૂરી આહાર લેવા લાગી અને તંદુરસ્ત બની. અંજલીનું હાલ વજન ૬.૨ કી.ગ્રા. છે. સિવીલ હોસ્પિટલમાં કાર્યરત ન્યુટ્રીશનલ રિ-હેબીલીટેશન સેંટરમાં એપ્રીલ-૨૦૧૯ થી આજ દિન સુધી ૧૫૧ કુપોષીત બાળકોને સારવાર આપવામા આવી છે.

સિવીલ સુપ્રિટેંડન્ટ રાઠોડ જણાવે છે કે, કરમાયેલા ફૂલ સમાન કૃષકાય બાળકો અહી આવે છે ત્યારે અમારું મન દ્રવી ઉઠી છે. પરંતુ સફળ સારવાર બાદ બાળક તંદુરસ્ત બની અહિંથી વિદાય લે છે ત્યારે બાળકના માતા-પિતાની સાથે સેન્ટરના કર્મચારીગણના ચહેરા પણ ખીલી ખીઠે છે.

0Shares