- ECONOMY, slider news

નાણાં મંત્રાલયનો મોટો આદેશઃ SBI સહિત આ ખાનગી બેંકોએ ખોલવી પડશે 15000 શાખાઓ

15000 NEW bank branches: મોદી સરકારે દેશની સરકારી અને ખાનગી બેંકોને આર્થિક સમાવેશના એજન્ડાને પૂર્ણ કરવા માટે શાખાઓ ખોલવાનો આદેશ આપ્યો છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, બેંક ઑફ બરોડા, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સહિતની અન્ય બેંકોને આગામી વર્ષમાં 14,000થી 15,000 શાખાઓ ખોલવા જણાવ્યું છે.

સરકારનું કહેવું છે કે, આ બેંક શાખાઓ એવી જગ્યાએ બનાવવામાં આવવી જોઈએ જ્યાં બેંકોની પહોંચ ન હોય. નાણાં મંત્રાલયનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં 15 કિમીના દાયરામાં અંદર એક શાખા ખોલવી જોઈએ.

એક અહેવાલ મુજબ નાણામંત્રીએ તેને વિશેષ જવાબદારી સોંપી છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે શાખા તે જગ્યાએ ખોલવી જોઈએ જે નાણામંત્રાલયે પસંદ કરી હોય. સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ આશરે 1,500 ખોલવી પડશે, જ્યારે ખાનગી બેન્કોમાં 600થી 700 શાખાઓ ખોલવાનું કહેવામાં આવ્યું છે.

માર્ચ 2019 સુધીમાં, ભારતમાં 120,000થી વધુ શાખાઓ અને 2 લાખથી વધુ એટીએમ હતા. તેમાંથી માત્ર 35,649 શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં છે. નાણાકીય સમાવેશ અંગેના રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે માર્ચ 2019ના અંતમાં ગ્રામીણ વિસ્તારોમાં પ્રાદેશિક બેંકોના આઉટલેટ્સ 52,000ને વટાવી ગયા છે, જે 2018માં માત્ર 3%નો વધારો છે.

0Shares