- ECONOMY, Trending News

ATM કાર્ડધારકો માટે મોટી ખબર, RBIએ બદલ્યો પૈસા નિકાળવાનો આ નિયમ

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ડેબિટ કાર્ડ કે ATM કાર્ડની સુરક્ષાને ધ્યાનમાં રાખતા નિયમોમાં એકવાર ફરી ફેરફાર કર્યો છે. RBIએ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નવા નિયમ જાહેર કર્યા છે. RBIના આ નિયમ 16 માર્ચ 2020થી લાગુ થશે. નવા નિર્દેશોથી એટીએમમાંથી પૈસા નિકાળવાની પ્રક્રિયા વધુ સુરક્ષિત અને ફ્રૉડના મામલે કમી આવશે.

RBIએ બદલ્યો નિયમ

કોઈ પણ બેંકના ખાતાધારકોની કમાણીને સુરક્ષિત કરતા આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે, તે કાર્ડ જાહેર કરવાના સમયે એટીએમ અને POS પર ડોમેસ્ટિક કાર્ડના ઉપયોગની અનુમતિ આપે. ખાતાધારક આંતરરાષ્ટ્રીય લેણદેણ માટે અલગથી મંજૂરી લે. તદ્દપરાંત ઑનલાઈન લેણદેણ, વગર કાર્ડે લેણદેણ અને કોન્ટેક્ટલેસ લેણદેણ માટે, ગ્રાહકો પોતાના કાર્ડ પર સેવાઓને અલગથી સેટ કરે. નવા નિયમ પ્રમાણે, પોતાના એટીએમ કાર્ડના ટ્રાન્જેક્શન લિમિટ નક્કી કરવાની તમને સુવિધા મળશે.

RBIએ બેંકોને 16 માર્ચ, 2020થી નવા નિયમ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે બેંકોને પોતાના ગ્રાહકોને ઘરેલૂ ટ્રાન્જેક્શનની જ અનુમતિ હશે. એટીએમમાંથી પૈસા નિકાળવા અને પીઓએસ ટ્રમિનલ પર શૉપિંગ માટે હવે વિદેશી ટ્રાન્જેક્શનની અનુમતિ નહીં હોય.

જૂના કાર્ડધારકોએ પોતાની જરૂરિયાત પ્રમાણએ નક્કી કરવાનું રહેશે તે તે આ નિયમોમાંથી કઈ સર્વિસને એક્ટિવેટ કરાવવા માંગે છે અને કઈ નહીં. તમારે તમારા ટ્રાન્જેક્શનની લિમિટ પોતે નક્કી કરવાની રહેશે, 24 કલાક સાતે દિવસ તમે તમારા ટ્રાન્જેક્શનની લિમિટ બદલી શકો છો.

0Shares