- LIFE STYLE, Trending News

એવું મંદિર જ્યાં દૂધ ચઢાવ્યા બાદ વાદળી થઈ જાય છે તેનો રંગ, કારણ જાણીને રહી ચોંકી જશો

કેરળમાં એવું જ એક મંદિર (Temple) છે. જે કેતુને સમર્પિત છે. આ મંદિર કિજાપેરુમાપલ્લમ ગામમાં સ્થિત છે. તેની વિશેષ બાબત એ છે કે, તેમાં દૂધ ચઢાવ્યા પછી તેનો રંગ વાદળી થઈ જાય છે. આ મંદિર નાગનાથસ્વામી મંદિર(Nagnathswamy Temple) તરીકે ઓળખાય છે. તેને કેતિ સ્થલમ (Kethu Sthalam) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મંદિર કાવેરી નદીના કાંઠે આવેલું છે. આ મંદિરના ઘણા રહસ્યો છે. રહસ્યને કારણે, આ મંદિર લોકોમાં મોટી ઓળખ ધરાવે છે. આ મંદિર કેતુને સમર્પિત હોવા છતાં, મંદિરના પ્રમુખ ભગવાન શિવ છે. તેથી જ આ મંદિરને નાગનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મંદિરમાં રાહુ પર દૂધ ચઢાવવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિરમાં કેટલાક લોકોના દૂધ ચઢાવ્યા પછી, દૂધનો રંગ સફેદથી વાદળી થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે કેતુ ગ્રહના દોષથી પીડાતા લોકો દ્વારા જ ચઢાવવામાં આવતા દૂધનો રંગ બદલાઇ જાય છે.

0Shares