- RELIGION, Trending News

તમારા ઘરમાં રહેલી આ વસ્તુઓને આજે જ દેખાડો બહારનો રસ્તો, નહીંતર બની જશો કંગાળ

મોટા ભાગના લોકો એ વાતથી નારાજ હોય છે કે તેઓ પૈસા બચાવી શકતા નથી. લોકોને લાગે છે કે તેમના નાણાં બચતા નથી અને પગાર પણ વધતો નથી. પૈસાની તંગીના કારણે લોકો પરેસાન દેખાતા હોય છે. ઘણી વખત લોકો પૂજા-પાઠ કરાવે છે. શું તમે જાણો છો કે આ સમસ્યાઓ તમારા ઘરમાં રહેલી કેટલીક ચીજોને દૂર કરવાથી ખતમ થઈ જશે.

મધમાખીનો મધપૂડો- જો તમારા ઘરમાં મધમાખીનો મધપૂડો છે, તો તરત જ તેને દૂર કરો. ઘરમાં મધમાખીનો મધપૂડો એ અશુભ સંકેત છે. આને કારણે, ઘણી વખત પ્રગતિ અટકવાની સાથે કોઈ અનહોની પણ થઈ શકે છે.

ચામાચીડિયા- જો તમારા ઘરમાં ચામાચિડીયા ક્યાંક ઉડતા રહે છે કે બેસે છે, તો આ તમારી પ્રગતિમાં એક મોટો અવરોધ છે. ઘરમાં ચામાચીડીયાઓનું આગમન સુન્નાપણાની નિશાની છે. આ સ્પષ્ટ સંકેત આપે છે કે ઘરમાં રહેતા લોકો પરિવારને છોડી શકે છે. તેથી તમારા પરિવારમાં ક્યારેય સુખ, શાંતિ અને સંપત્તિ આવશે નહીં.

કરોળીયાનું જાળુ- દરેક ઘરમાં કરોળીયાનું જાળુ જોવા મળે છે. પરંતુ તમે હંમેશાં પ્રયાસ કરો કે, ઘરમાં ક્યારેય કરોળીયાનું જાળુ ન લાગે. સમયાંતરે, કરોળીયાનું જાળુ કાઢતા રહો. જો આવું થાય, તો મુશ્કેલીઓમાં ઘટાડો આવશે. ઘરમાં કરોળીયાનું જાળુ હોવાના કારણે લક્ષ્મી ક્યારેય આવતી નથી.

સાવરણી- ઘણી વખત લોકો ગંદકી થવા પર સાંજે પણ સફાઈ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, સાંજે 6 વાગ્યા પછી ક્યારેય ઘરની સફાઈ ન કરવી જોઈએ. આમ કરવાથી તમે ઘરમાં આવેલી લક્ષ્મીનું અપમાન કરી રહ્યા છો અને તેને ભગાડી રહ્યા. એવું કહેવામાં આવે છે કે, સાંજે લક્ષ્મીનો ઘરમાં વાસ રહે છે.

0Shares