- TECHNOLOGY, Trending News

હવે મોબાઈલની જેમ ATM કાર્ડ પણ કરી શકશો ON-OFF!, RBIનું બેંકોને નવું ફરમાન

અવાર-નવાર લોકો બેન્કિંગ ફ્રૉડનો શિકાર થાય છે તો તેમને કાર્ડ બંધ કરાવવા માટે કસ્ટમર કેરમાં કૉલ કરવો પડે છે. ત્યાર બાદ જ તમે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટે અનુરોધ કરી શકો છો. હવે આવનારા સમયમાં તમને એક ખાસ સુવિધા મળવા જઈ રહી છે.

નવી સુવિધા અંતર્ગત તમે પોતે જ કાર્ડને સ્વિચ ઑન અને સ્વિચ ઑફ કરી શકશો. ત્યાર બાદ તમારે કસ્ટમર કેરમાં કૉલ કરવાની જરૂર નહીં પડે. તમે જાતે પણ તેને બંધ કરી શકશો.

હકીકતમાં, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ બેંકો અને કાર્ડ જાહેર કરનારી અન્ય કંપનીઓ પાસેથી ગ્રાહકોને તેમના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પોતે જ બંધ કરવા અને તેને ખોલવા (સ્વિચ ઑન અને સ્વિચ ઑફ)ની સુવિધા આપવા માટે કહ્યું છે. ગ્રાહકોને આ પ્રકારનો વિકલ્પ મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ, એટીએમ મશીન જેવા માધ્યમોથી મળી શકે છે.

રિઝર્વ બેંકે કહ્યું છે કે, આ સુવિધા 24 કલાક ઉપલબ્ધ થવી જોઈએ. આ પ્રકારનો વિકલ્પ ગ્રાહકોને મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ એટીએમ મશીન અને ‘વૉઈસ રિસ્પોન્સ’ સહિત કોઈ પણ રીતે અપનાવવાની સુવિધા હોવી જોઈએ.

કેન્દ્રીય બેંકે કહ્યું કે, જો વર્તમાન કાર્ડ ક્યારેક ઑનલાઈન ચૂકવણી માટે ઉપયોગમાં લેવાયા નહીં હોય, તેમને આ પ્રકારની ચૂકવણી માટે અનિવાર્ય રીતે નિષ્ક્રિય કરવામાં આવવો જોઈએ.

જો કે, આરબીઆઈના તાજા નિર્દેશ પ્રીપેડ ગિફ્ટ કાર્ડ અને મેટ્રો કાર્ડ જેવા કાર્ડના મામલે લાગુ નહીં થાય.

જણાવી દઈએ કે આરબીઆઈના આ પગલાનો ઉદ્દેશ્ય કાર્ડ મારફતે ડિજિટલ લેણ-દેણને વધુ સુરક્ષિત બનાવવાનો છે.

0Shares