- slider news, TECHNOLOGY, Trending News

ISROનો સૌથી શક્તિશાળી સંચાર ઉપગ્રહ અંતરિક્ષમાં તૈનાત, જાણો GSAT-30 વિશે બધું જ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)એ કમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-30 (જીસેટ -30)ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો. ઇસરોના જીસેટ-30ને યુરોપિયન હેવી રોકેટ એરિયન-5થી શુક્રવારે, 17 જાન્યુઆરીએ સવારે 2.35 વાગ્યે, ફ્રાન્સના ફ્રેન્ચ ગુએના સ્થિત કોરોઉ ટાપુ પરથી છોડવામાં આવ્યો હતો. થોડા સમય પછી, એરિયાન-5 VA251નો ઉપરનો ભાગ સફળતાપૂર્વક જીસેટ-30થી અલગ થઈ ગયો અને તેના નિયત વર્ગમાં પણ સ્થાપિત થઈ ગયો છે. 2020માં ભારતીય અવકાશ એજન્સી ઇસરોનું આ પ્રથમ મિશન છે.

ઇસરોના જણાવ્યા અનુસાર GSAT-30એ એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે. તે INSAT-4A સેટેલાઇટની જગ્યાએ કાર્ય કરશે. હકીકતમાં, INSAT સેટેલાઇટ-4ની ઉંમર હવે સમાપ્ત થઈ રહી છે અને ઇન્ટરનેટ ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે. આને કારણે વધુ શક્તિશાળી ઉપગ્રહની જરૂર હતી. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે ઇસરોએ GSAT-30 લૉન્ચ કર્યો છે.

આ સેટેલાઇટના લૉન્ચ થયા પછી દેશની સંદેશાવ્યવહાર પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં આવશે. તેની સહાયથી, દેશમાં નવી ઇન્ટરનેટ ટેકનોલોજી રજૂ થવાની સંભાવના છે. ઉપરાંત, મોબાઇલ નેટવર્ક દેશભરમાં ફેલાશે, જ્યાં હજી સુધી કોઈ મોબાઇલ સેવા નથી. માનવામાં આવી રહ્યું છે કે, તેની મદદથી 5જી ઈન્ટરનેટની સેવા દેશમાં શરૂ કરી શકાય છે.

GSAT-30 શું છે?

GSAT-30એ જીસેટ સીરીઝનો એક ખૂબ જ શક્તિશાળી કમ્યુનિકેશન સેટેલાઇટ છે, જેની મદદથી દેશની કોમ્યુનિકેશન સિસ્ટમ વધુ મજબૂત થશે. હાલમાં જીસેટ શ્રેણીના 14 ઉપગ્રહો કાર્યરત છે. આને કારણે જ દેશમાં સંદેશાવ્યવહારની વ્યવસ્થા જળવાઈ રહે છે.

GSAT-30 શું કામ કરશે?

GSAT-30ની મદદ સાથે દેશની કોમ્યુનિકેશન સિસ્ટમ, ટેલિવિઝન પ્રસારણ, સેટેલાઇટ દ્વારા ન્યૂઝ મેનેજમેંટ, સમાજ માટે કાર્યરત ભૌગોલિક સુવિધાઓ, હવામાન માહિતી અને આગાહી, આપત્તિઓની પૂર્વ માહિતી અને શોધખોળ-રેસ્ક્યૂ ઑપરેશનમાં વધારો થશે.

ક્યાં સુધી કામ કરશે GSAT-30?

તે લોન્ચ થયા પછી 15 વર્ષ સુધી પૃથ્વી પર ભારત માટે કામ કરવાનું ચાલુ રાખશે. તે જિયો-ઈલિપ્ટિકલ ઑર્બિટમાં સ્થાપિત થશે. તેમાં બે સોલર પેનલ્સ અને બેટરી હશે જે તેને પાવર કરશે.

તેની જરૂર કેમ પડી?

દેશના સૌથી જૂના કમ્યુનિકેશન સેટેલાઇટ, ઇન્સેટ સેટેલાઇટની ઉંમર હવે પૂર્ણ થઈ રહી છે. દેશમાં ઇન્ટરનેટની નવી ટેકનોલોજી આવી રહી છે. ઑપ્ટિકલ ફાઈબર નાખવામાં આવી રહ્યા છે. 5જી ટેક્નોલૉજી પર કામ ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં, વધુ શક્તિશાળી ઉપગ્રહની જરૂર હતી. GSAT-30 સેટેલાઇટ આ આવશ્યકતાઓને પૂર્ણ કરશે.

0Shares