- LIFE STYLE, Trending News

મોડાસાની 17 વર્ષીય યુવતીના નામે નોંધાયો સૌથી લાંબા વાળનો વર્લ્ડ રેકોર્ડ

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી નીલાંશીનું નામ ગિનેસ બુક ઓફ રેકોર્ડસ 2020માં 190 સે.મી જેટલી આખી દુનિયામાં સૌથી લાંબા વાળ ધરાવનાર ટીનેજર તરીકે નોંધાયું છે.

લાંબા વાળ કોને ન ગમે….દરેક સ્ત્રી લાંબા વાળની આશા રાખતી હોય છે પણ દરેકના નસીબ તે હોતું નથી. મોડાસાની બ્રિજેશ પટેલની પુત્રી નીલાંશી પટેલ કે જે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. જેને માત્ર ત્રણ વર્ષની ઉંમરથી વાળની માવજત કરીને રેકોર્ડબ્રેક લાંબા વાળ વધાર્યા છે. ધોરણ 12માં અભ્યાસ કરતી નીલાંશી પટેલે છ ફૂટ લાંબા વાળ એટલે કે 190 સેન્ટી મીટર જેટલા લાંબા વાળ રાખીને વિશ્વ રેકોર્ડ સર્જી દીધો છે.

6 ફૂટ લાંબા વાળ રાખવા આસાન નથી પણ નીલાંશીએ માતા કામિનીબેનની મદદથી કાળજી રાખીને 6 ફૂટ લાંબા વાળ રાખવામાં સફળતા મેળવી છે. નીલાંશી પટેલે અગાઉ 2018 નવેમ્બર માસમાં 170.5 સેન્ટી મીટર સાથે લાંબા વાળ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું જેને માત્ર એક વર્ષમાં પોતાનો જ રેકોર્ડ તોડીને 2019માં 190 સેન્ટી મીટર લાંબા વાળ કરવામાં સફળ રહી છે.

રમતની સાથે વાળની પણ કાળજી રાખે છે

નીલાંશીના લાંબા વાળ જોઈએને સૌકોઈને કુતુહુલ થાય છે. નીલાંશી જણાવ્યું કે, મારે લાંબા વાળના કારણે મારે મિત્રો પણ વધ્યા છે અને શાળામાં મારા મિત્રો મારી વાળની જાળવણી કરવામાં મદદ કરે છે.

તેણે જણાવ્યું કે, કોઈપણ જગ્યાએ તે જાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફીઓ લેવા ઉત્સુક હોય છે. જેથી પોતે એક સેલિબ્રિટી જેવું અનુભવે છે.

દરેક સ્ત્રીને લાંબા વાળ ગમતા હોય છે પણ તેની માવજત કઠીન હોય તેથી અન્ય સ્ત્રીઓ પોતાના વાળ લાંબા રાખી શકતી નથી ત્યારે નીલાંશી લાંબા વાળ રાખીને પોતાના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

બાળપણથી લાંબા વાળ રાખવાનો શોખ ધરાવતી નીલાંશી ટેબલ ટેનીસ અને સ્વીમીંગમાં પણ નિપુણતા ધરાવે છે. જેમાં તે રાષ્ટ્રીયકક્ષાએ ભાગ પણ લઇ ચુકી છે.

0Shares