- CURRENT AFFAIRS, slider news

સુરેન્દ્રનગરઃ લીંબડી સબ જેલમાંથી કાચા કામના 4 કેદીઓ ફરાર, જેલ તંત્ર સામે ઉઠ્યા સવાલો

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સબ જેલમાંથી આજે વહેલી સવારે કાચા કામના 4 કેદીઓ ફરાર થઈ જતાં જેલ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે. હાલ સ્થાનિક પોલીસે ફરાર 4 કેદીઓની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે લીંબડી સબ જેલમાંથી કાચા કામના 4 કેદીઓ ભાગી જતાં પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. પોલીસ દ્વારા તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે તો આજુબાજુના જિલ્લાઓમાં પ્રવેશતા માર્ગો પર પહેરો વધારી દેવામાં આવ્યો છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા લીંબડી સબ જેલના એક કેદી વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કેદીએ કહ્યું હતું કે, જેલની કોટડીની અંદર ફોન, સિગરેટ, તમાકુ જેવી તમામ પ્રતિબંધિત વસ્તુઓની સુવિધા આપવામાં આવી રહી છે. આ તમામ સુવિધાઓ આપવા પાછળ પોલીસ પોતે જ જવાબદાર છે. પોલીસ અધિકારીઓ ત્રણ ગણા રૂપિયા લઈને પ્રતિબંધિત વસ્તુઓની સુવિધાઓ પૂરી પાડે છે.

0Shares